અત્રે વખતે ગીર સોમનાથ વેરાવળ સીટી પોલીસ સ્ટેશન માં હોમગાર્ડ યુનિટ માં ફરજ બજાવતા વિજયભાઈ કિશોરભાઈ મકવાણા. સ.નં. 966 વાળાઓ પોલીસ સ્ટેશન આવી જાણ કરેલ કે આજ રોજ સવારના દસેક વાગ્યાની આસપાસ હું જ્યારે મારી દુકાન વેરાવળ રેલવે સ્ટેશન સામે જય સોમનાથ ફાસ્ટ ફૂડ નામની દુકાન છે ત્યાં બેઠો હતો ત્યારે મારી પાસે એક છોકરી આવેલ અને કહે કે હું અહીં ભૂલથી પહોંચી ગયેલ છું અને મારા પરિવાર સાથે વાત કરવી હોય જેથી તમારો ફોન મને આપો જેથી મેં તેનું નામ પૂછપરછ કરેલ તેને જણાવ્યું તેનું નામ ખુશ્બુ ઉર્ફ પ્રગતિ રામકરણ કશ્યપ જાતે કહાર ઉંમર વર્ષ 18 જણાવેલ અને કેવલ ડાયમંડ કંપની નોકરી કરું છું અને સુરત વરાછામાં રહું છું જેથી મેં તેને આશ્વાસન આપેલ અને કહેલ કે હું વેરાવળ સીટી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવું છું તેમ કહેલ ત્યારબાદ મેં તેને ફોન આપેલ અને તેના પરિવાર સાથે વાત કરવા માટે મેં મારા ફોનમાંથી તેના મમ્મી અને બહેન ને ફોન કરી ખુશ્બુ ની વાત કરાવેલ અને ત્યારે મને જાણવા મળેલ કે આ ખુશ્બુના પરિવારે પોલીસ ફરિયાદ કરેલ છે જેથી હું આ ખુશ્બુને વેરાવળ સીટી પોલીસ સ્ટેશન pso વી ડી મજેઠીયા સમક્ષ લાવેલ અને ત્યારબાદ pso વીડી મજેઠીયા એ સુરત વરાછા પોલીસ સ્ટેશન નો સંપર્ક કરી psi શ્રી વાય જી માથુકિયા સાહેબ સાથે ફોન ઊપર વાત કરી સદર બનાવો બાબતે જાણ કરતા psi શ્રી એ જણાવેલ કે વરાછા પોલીસ સ્ટેશન ગુના રજીસ્ટર નંબર 112111007232285/2023 આઈપીસી કલમ 363 મુજબ થી ગુનો રજીસ્ટર થયેલ છે અને વરાછા પોલીસ સ્ટેશનથી ભોગ બનનાર ને લેવા માટે તેની બહેન અને પોલીસ સ્ટેશનથી એસ આઈ અને લેડીઝ કોસ્ટેબલ સાથે આવેલ અને ખુશ્બુ ને સુરત વરાછા પોલીસ સ્ટેશન લઈ ગયેલ છે