હાલોલ શહેરના પાવાગઢ રોડ પર રબારી ફળિયામાં રહેતા ટીનાભાઇ પીરાજી મારવાડી ઉંમર વર્ષ 40 ગત તારીખ 22/09/2023 ના રોજ સાંજના સુમારે હાલોલના ગોધરા રોડ પર આવેલ વી. એમ.સ્કૂલ ખાતેથી પોતાના 2 બાળકોને પોતાની એકટીવા પર બેસાડી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે ગોધરા રોડ પર એક યામાહા કંપનીની સ્પોર્ટસ બાઈકના ચાલકે પોતાની બાઇકને બેફામ પુરઝડપે હંકારી લઈ આવી ટીનાભાઇની એકટીવાને સામેથી ટક્કર મારતા ટીનાભાઇ પોતાના બાળકો સહિત રોડ પર પછડાયા હતા જેમાં ટીનાભાઇ મારવાડીના જમણા પગે અકસ્માતને પગલે ગંભીર ઈજાઓ પહોંચવા પામી હતી જોકે સદ્ નસીબે બન્ને બાળકોનો અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો જેમાં પગમાં ગંભીર ઈજા પામેલા ટીનાભાઇ મારવાડીને તાત્કાલિક હાલોલની રેફરલ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ પગમાં અંત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હોઈ તેઓના પરિવારજનો ટીનાભાઇને વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા જ્યાં ટીનાભાઇના જમણા પગમાં ઓપરેશન કરી સારવાર કરાયા બાદ રજા આપવામાં આવી હતી પરંતુ પગમાં થયેલ ગંભીર ઈજાએ વરવું સ્વરૂપ ધારણ કરી લેતા જમણા પગમાં ભયાનક ચેપ લાગી જતા વાત છેક જીવ સુધી આવી જતા તાત્કાલિક ટીનાભાઇના જમણો પગ ઢીંચણમાંથી કાપી નાખવાની તબીબોએ નિદાન કરી સલાહ આપતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. જેમાં ટીનાભાઇને ફરીથી વડોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી જમણો પગ કપાવવાની તાત્કાલિક ફરજ પડી હતી જેમાં એક બેફામ માતેલા સાંઢની જેમ દોડતી બાઈકના ચાલકની ઝડપની મજા ટીનાભાઇ માટે આજીવન ભયાનક દુઃખની સજા બની હતી જેમાં પોતાના ઘરની રોજી રોટીનો મુખ્ય આધાર એવા ટીનાભાઇ કે જે છેલ્લા સાત વર્ષ જેટલા સમયથી હાલોલના ટોલનાકા ખાતે નોકરી કરી પોતાના પરિવારમાં પોતાના ત્રણ સંતાનો જેમાં બે છોકરા અને એક છોકરી તેમજ પોતાની પત્ની મળી કુલ પાંચ લોકોનું ગુજરાન ચલાવતા હતા. જેમાં તેઓનો પગ કપાઈ જવા પામતા તેઓ માટે સૌથી મોટો રોજી રોટીનો વિકટ પ્રશ્ન ઉભો થવા પામ્યો છે જેમાં બાપના પૈસે સ્પોર્ટ બાઇકો ખરીદી માતેલા સાંઢની જેમ બેફામ બેરોકટોક પૂર ઝડપે રોડ પર દોડતા અને હવામાં બાઇક ઉડાવતા એક બાઇકર્સના પાપે એક મધ્યમ વર્ગીય નોકરિયાત યુવાને પોતાની ભરપૂર જવાનીમાં પોતાનો એક પગ કપાવી આજીવન અપંગ બની રહેવાનું દર્દ ઉઠાવી કોઈની ભૂલનો કડવો ઘુંટ પોતે પીવો પડ્યો છે જેને લઇ આ દર્દનાક ઘટના માટે સૌથી વધુ જવાબદાર કોણ તે પ્રશ્ન ઉઠવા પામ્યો છે શું આવા બનાવો પર ઉપર કોઈ લગામ લગાવશે શું કોઈ એનાથી વિશેષ શીખ મેળવશે કે નહી તે પ્રશ્ન પણ ઉભો થયો છે.