હાલોલ રૂરલ પોલીસને ખાનગી બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના છબાપુરા ગામે રહેતા બુટલેગર લક્ષ્મણભાઈ રાયસીંગભાઇ રાઠવા તથા જીગ્નેશભાઈ ઉર્ફે જીગો જેસીંગભાઇ પરમાર બન્ને ભેગા મળી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડી તાલુકાના ધકાપુર ગામના બુટલેગર મહેશભાઈ ભૂરસિંગ તોમર પાસેથી વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે જે વિદેશી દારૂનો જથ્થો એક લાલ કલરની ડસ્ટર ગાડીમાં લાવી વરસડા ચોકડી થઈ તરખંડા ગામના સિદ્ધનાથ મહાદેવ મંદિર પાછળ આવેલ લક્ષ્મણભાઈ રાયસીંગભાઇ રાઠવાના ખેતરમાં ખાલી કરવાનો છે જે બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસની ટીમે તરખંડા ગામે બાતમીવાળા ખેતરની આજુબાજુના વિસ્તારોમાં વોચ ગોઠવી હતી જેમાં બાતમીવાળી લાલ કલરની ડસ્ટર ગાડી આવતા પોલીસે ડસ્ટર ગાડીને રોકવાની કોશિશ કરતાં ગાડીના ચાલકે ગાડીને જાડી ઝાંખરાવાળી જગ્યામાં મૂકી જાડી ઝાંખરનો લાભ ઉઠાવી ભાગી છૂટ્યો હતો જેમાં પોલીસે ડસ્ટર ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ ૧૨૦ જેની કિંમત ૪૮,૦૦૦/- રૂપિયાનો વિદેશી દારૂ જથ્થો ઝડપી પાડ્યો હતો જેમાં ઝડપાયેલ વિદેશી દારૂનો જથ્થો અને ડસ્ટર ગાડી કિંમત ૧,૫૦,૦૦૦/- રૂ.મળી કુલ ૧,૯૮,૦૦૦/- રૂપિયાનો મુદ્દામાલ રૂરલ પોલીસે જપ્ત કરી દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર લક્ષ્મણભાઈ રાયસિંગ રાઠવા,જીગ્નેશ ઉર્ફે જીગો જેસીંગભાઇ પરમાર અને જથ્થો મોકલનાર મધ્ય પ્રદેશના બુટલેગર મહેશભાઈ ભુરસિંગભાઈ તોમર તેમજ ડસ્ટર ગાડીના અજાણ્યા ચાલક મળી કુલ ૪ લોકો સામે હાલોલ રૂરલ પોલીસ મથકે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી અંતર્ગત વધુ તપાસ હાથ ધરી છે.
તરખંડા ગામેથી રૂરલ પોલીસે ડસ્ટર ગાડીમાંથી વિદેશી દારૂ ઝડપી પાડયો, કુલ ૧.૯૮ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ૪ વ્યક્તિઓ સામે નોંધ્યો ગુનો.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2023/10/nerity_6abe47728ea3486f51de9907a44f8edc.jpg)