રાજ્ય સભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા એવા સંજયસિંહની ઈડી દ્વારા કરવામાં આવેલ ધરપકડના વિરોધમાં બોટાદ શહેરમાં બોટાદ જિલ્લામાં આદમી પાર્ટી દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી બોટાદમાં હવેલી ચોક થી દિનદયાળ રોડ સુધી કાઢવામાં આવી હતી. તેમજ તેઓ દ્વારા જણાવવામાં આવેલ છે કે ભાજપ સરકાર દ્વારા જે નિર્દોષને પરેશાન કરવામાં આવે છે તે ચલાવી નહીં લેવાય. અને ઇડીનો ખોટો દુરુપયોગ કરી સંજય સિંહ ને જે હેરાન પરેશાન કરવામાં આવેલ છે તેના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા બોટાદમાં મૌન રેલી યોજવામાં આવી હતી.તેમજ સંજયસિંહ ને છોડવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવેલ છે