(રાહુલ પ્રજાપતિ):

વડાલી તાલુકાના મઠ ભોજાયત ગામની સીમમાંથી દસ દિવસ અગાઉ બે બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં એક જણાને ઈજા થયાની ફરીયાદ ગુરૂવારે વડાલી પોલીસ સ્ટેશનમાં નોંધાવા પામી હતી.

આ અંગે વડાલી તાલુકાના નારયણપુરા ગામના જયંતિભાઈ હરેશભાઈ વણઝારાએ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ ગત તા. ર૬ સપ્ટેમ્બરના રોજ સાંજના સુમારે સીમમાંથી પસાર થઈ રહેલા બાઈક નં. જીજે.૦૯.એએન ૪પ૧૪ ના ચાલકે પોતાનું બાઈક ગફલતભરી અને બેદરકારીપૂર્વક રીતે હંકારી સામેથી આવતા જયંતિભાઈ વણઝારાના બાઈક નં. જીજે.૦૯.ડીએલ ૦૯૩૦ને અથડાવી દેતા તેમની પાછળ બેઠેલા ધીરૂભાઈ મોહનભાઈ વણઝારાને શરીરે ઈજા થઈ હતી. જેથી જયંતિભાઈએ બાઈક નં. જીજે.૦૯.એએન ૪પ૧૪ના ચાલક વિરૂધ્ધ ગુરૂવારે વડાલી પોલીેસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.