(રાહુલ પ્રજાપતિ, હિંમતનગર)

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

હિંમતનગર નગરપાલિકાની બીજી ટર્મની વિવિધ સમિતીઓની રચના કરવા માટેની સામાન્ય સભા તા. ૧૬ ઓક્ટોબરે ટાઉનહોલ ખાતે યોજાનાર છે ત્યારે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફીસરે બુધવારે સામાન્ય સભાના ૧પ મુદ્દા સાથેના એજન્ડાને તમામ કોર્પોરેટરોને મોકલી દેવાયો છે. આ એજન્ડા અંતર્ગત પાલિકા પ્રમુખ વિમલ ઉપાધ્યાય અને ચીફ ઓફીસર અલ્પેશ પટેલની ઉપસ્થિતીમાં એજન્ડાના ૧પ કામો અંગે ચર્ચા કરાશે. તેમાં ખાસ કરીને સામાન્ય સભાના ઉતરાર્ધમાં પાલિકાની વિવિધ સમિતીઓની રચના કરવા માટે એજન્ડાના ૧પ મા કામ અંગે ચર્ચા કરાશે. આ ઉપરાંત નગરપાલિકાના કામો માટે વિવિધ ગ્રાન્ટમાંથી મંજૂર કરી આનુસાંગિક પ્રક્રિયા પૂર્ણ કરી એજન્સીને વર્ક ઓર્ડર અંગે પણ ચર્ચા કરી યોગ્ય કાર્યવાહી કરાશે, સ્વભંડોળમાંથી મંજૂર થયેલ કામોના ઓનલાઈન અને ઓફલાઈન ટેન્ડરીંગ પ્રક્રિયામાં સમય મર્યાદા વધારવા અને થયેલ ખર્ચ ગ્રાહ્ય રાખવા માટે સામાન્ય સભાની મંજૂરી લેવામાં આવશે.
સાથોસાથ યુડીપી-૮૮ ગ્રાન્ટ વર્ષ ર૦ર૧-રર અન્વયે ટીએએસપી સદરના અંદાજીત રૂા. પ૪.૧પ લાખની કામોનું આયોજન કરવા અંગે ચર્ચા કરાશે. નવીન નગર સેવા સદન બનાવવાની ગ્રાન્ટ તેમજ ૧૪ મા નાણાપંચની ગ્રાન્ટમાંથી થયેલી બચત માટે વધારાના કામો કરવા અંગે નિર્ણય લેવાશે. ચંદ્રયાન મિશનની સફળતા તથા નારી શક્તિ વંંદન અધિનિયમ મંજૂર થવા બદલ અભિનંદન ઠરાવ કરાશે. મહેતાપુરામાં વરસાદી પાણીના નિકાલ માટેની ગંદી કેનાલની સફાઈ તથા આ કેનાલને ઢાંકવાના કામ અંગે ચર્ચા કરાશે. શહેરી વિસ્તારમાં રખડતા પશુઓ પકડાયા બાદ તેને છોડાવવા માટેના ચાર્જ અંગે ચર્ચા કરાશે. ઉપરાંત મહેતાપુર બગીચા પાસેની જૂની પાણીની ટાંકી ઉતારીને નવી ૧૦ લાખ લીટરની ક્ષમતાવાળી ૧૮ મીટર ઉંચી ઓવરહેડ ટાંકી બનાવવા અંગે સત્તાધારી અને વિપક્ષના સભ્યોની હાજરીમાં ચર્ચા કરાશે.