ડીસા નગરપાલિકાના મહિલા પ્રમુખની સ્વચ્છતા અંગે સરપ્રાઈઝ વિઝીટ

 

ડીસા નગરપાલિકાના નવ નિયુક્ત મહિલા પ્રમુખ સંગીતાબેન દવેએ તાજેતરમાં જ પ્રમુખ પદનો ચાર્જ લેતાની સાથે જ "મારું ડીસા સ્વચ્છ ડીસા" નો સંદેશો આપ્યો હતો. ત્યારે ડીસા શહેરમાં ચાલી રહેલી સ્વચ્છતા કામગીરી અંગે દેખરેખ માટે મહિલા પ્રમુખે મોડી રાત્રે શહેરના મોટાભાગના વોર્ડમાં સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. દિવસ દરમિયાન ડોર ટુ ડોર કચરા કલેક્શનની કામગીરી પર સતત વોચ રાખનાર પ્રમુખે રાત્રિ દરમિયાન ડીસા નગરના મુખ્ય માર્ગો પર સફાઈની કામગીરી યોગ્ય રીતે થાય છે કે નહીં તે અંગે દેખરેખ માટે પાલિકાના કારોબારી ચેરમેન તેમજ બાંધકામ ચેરમેન  સાથે નગરના અલગ અલગ વોર્ડમાં સરપ્રાઈઝ વિઝીટ કરી હતી. પ્રમુખ સંગીતાબેન દવેએ શહેરમાં સફાઈ નું કામ સુચારું રૂપે થાય તે માટે સફાઈ કોન્ટ્રાક્ટરને પણ તાકીદ કરી હતી...