ગુજરાત રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો,વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમારોહના ઉપલક્ષમાં બે દિવસીય કાર્યક્રમ યોજાશે પંચમહાલ જિલ્લામાં આગામી તા. ૯ અને ૧૦ ઓકટોબરના રોજ હાલોલના "ધ ગ્રાન્ડ ધ્વનિત બકેટ" ખાતે વાઇબ્રન્ટ ગુજરાત - વાઇબ્રન્ટ પંચમહાલ કાર્યક્રમના સુચારુ આયોજનને લઇને જિલ્લા કલેકટરશ્રી આશિષ કુમારના અધ્યક્ષસ્થાને સબંધિત અધિકારીગણ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજાઈ હતી. આ વર્ચ્યુઅલ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ જણાવ્યું હતું કે,જિલ્લામાં આ કાર્યક્રમ થકી ઉદ્યોગને લગતી કલ્યાણકારી યોજનાની જાણકારી સરળતાથી મળી રહે તથા સબંધિત તમામ અધિકારીગણ સંકલનમાં રહીને જવાબદારીઓ નિભાવીને સુચારુ આયોજન કરવા ભાર મૂક્યો હતો.આ ક્રાયક્રમમાં જિલ્લાના પ્રભારી મંત્રી અને શિક્ષણમંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર,જિલ્લા સાંસદશ્રી,ધારાસભ્યશ્રીઓ સહિત મહાનુભાવો અને ઉદ્યોગકારો પણ જોડાશે.જિલ્લાના વિવિધ ઉદ્યોગો દ્વારા સ્ટોલ ઉભા કરવામાં આવશે. આ પ્રદર્શન વિભાગ બે દિવસ માટે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે. જિલ્લાના નાગરિકોને ઉદ્યોગક્ષેત્રે લાભ થાય તે પ્રકારના માર્ગદર્શક સેમિનાર તેમજ જિલ્લાના મોટા ઉદ્યોગ સાથે B2B અને B2C, B2G પ્રકારની મીટીંગો અને લોન મેળા યોજાશે. ઉદ્યોગ જગતના નિષ્ણાતો અને સ્થાનિક ઉદ્યોગકારો દ્વારા ઉદ્યોગને લગતા વિષયો પર એક દિવસ સેમિનાર અને બે દિવસ એક્ઝીબીશન યોજાશે. વાઈબ્રન્ટ ગુજરાત,વાઈબ્રન્ટ પંચમહાલ વર્ચ્યુઅલ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી એમ.ડી.ચુડાસમા,જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજરશ્રી,પ્રાંત અધિકારીશ્રી હાલોલ સહિત સબંધિત અધિકારીગણ જોડાયા હતા.
જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ પંચમહાલ કાર્યક્રમ અંતર્ગત વર્ચ્યુઅલ બેઠક યોજાઈ ૯ અને ૧૦ ઓક્ટોબરે હાલોલ ખાતે સેમિનાર પ્રદર્શન સહિતના કાર્યક્રમમાં યોજાશે.
![](https://storage.googleapis.com/nerity.com/uploads/updates/photos/2023/10/nerity_d652b55c43933fe2f8c3941d8904319d.jpg)