પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં મહિલા સુરક્ષા ને લાંનછન લાગે તેવી ઘટના પ્રકાશમાં આવી છે. કાલોલ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં સગીર વયની બે બહેનો સાથે બે નરાધમોએ છેડછાની કરી અડપલા કરતા પોલીસમથકે ફરિયાદ નોંધાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં પોતાની દુકાન પર બેઠેલી બે સગીર વયની બાળાઓને પાસેના ગામના બે નરાધમો તેમની પાસેની બાઈક લઇ ગ્રાહક બની ગયા હતા. આરોપીઓ દુકાન પર બંને સગીર વયની બાળાને જોઈ એકલતા નો લાભ લઇ ગત ૨૮ સપ્ટેમ્બર ના રોજ બપોરના સમયે પ્રથમ આરોપીએ એક પરિવારની ૧૨ વર્ષ ની સગીર વયની નાની બાળાને હાથ પકડી ખેંચી નજીકમાં આવેલ ત્રીજા નંબરની બંધ દુકાનમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાનું તેના વાલીએ ફરિયાદમાં નોંધાયું છે. જ્યારે આરોપીની સાથે પહોચેલ બીજાએ પણ તેની મોટી બહેન જેની ઉંમર ૧૪ વર્ષ ની હતી જેનો હાથ પકડી ઘસેડી તેને પણ દુષ્કર્મ આચરવા લઈ જવાતાં હાથ પકડી ચાલ આપણે પણ મજા કરીએ એમ કહી હાથ પકડી ખેંચતાણ કરી હતી. જ્યારે નાની બહેન સાથે દુષ્કર્મ આચારનાર આરોપીએ બંને સગીર વયની બાળાઓને આ અંગે કોઈને પણ જાણ નહીં કરવા માટે ધાકધમકીઓ આપી પોતાની સાથે લઈ આવેલ બાઈક ઉપર નાસી છૂટ્યા હતા. બનાવ અંગેની જાણ બંને સગીર વયની બાળાઓનાં પરિવારને થતા બંને પુત્રીની ફરિયાદ કાલોલ પોલીસ સ્ટેશન ખાતે તેની માતાએ નોંધાવેલ ફરિયાદમાં તેમની નાની પુત્રી સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ કર્યો છે. જ્યારે બીજાં આરોપીએ તેની મોટી પુત્રીનો હાથ પકડી દુષ્કર્મ આચરવા માટે પ્રયાસ કરતા અને તેની ઈજ્જત લેવાનાં ઇરાદે હાથ ખેંચ ઘસેડી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. કાલોલ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.ડી.તરાલ એ કાલોલ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારના બે આરોપીઓ વિરુદ્ધ ૨૮ સપ્ટેમ્બર ના રોજ ફરિયાદ દાખલ કરાવી જેની તપાસ ખાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર ગોધરાના આર.આર.બંસલ ને સોંપવામાં આવી હતી.જોકે બંને આરોપીઓને કાલોલ પોલીસને સાથે રાખી ગણતરી ના દિવસમાં જ ઝડપી પાડી. વધુ કાર્યવાહી હાથ ધરી છે.