પાલનપુર વિભાગ એસટી મજદૂર સંઘ ડીસા ડેપો પરિવાર સેવા નિવૃત્તિ સમારોહ યોજાયો...

 

આજરોજ ડીસા ખાતે ટ્રાફિક કંટ્રોલ ડીસા ડેપો અને પાલનપુર વિભાગ એસ.ટી મજદૂર સંઘના ઉપપ્રમુખશ્રી મુકેશભાઈ નાગરદાસ પટેલ પોતાની 58 વર્ષ સુધીની નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી આજરોજ સેવા નિવૃત્ત થતા સમારોહ યોજાયો હતો, ડીસા બનાસ નદીના પુલ નજીક આવેલ માવડી માતાજીના મંદિર ખાતે મુકેશભાઈ નાગરદાસ પટેલ ના સેવા નિવૃત્તિ સન્માન સમારોહનું આયોજન કરાયું હતું જેમાં પાલનપુર વિભાગ, ડીસા ડેપો તેમજ રાધનપુર ડેપો, અંબાજી ડેપો, સિધ્ધપુર ડેપો સહિત્યના અન્ય પદાઅધિકારીઓ અને સહકરમીઓ આ સેવા નિવૃત્તિ સમારોહમાં હાજર રહી ને મુકેશભાઈ નાગરદાસ પટેલની નિવૃત્તિ સમારોહમાં ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી. આ નિવૃત્તિ સમારોહ માં પટેલ કલાલ જ્ઞાતિ સમાજના પ્રમુખશ્રી, કિર્તીભાઈ પટેલ, મંત્રીશ્રી શંકરલાલ પી પટેલ સહિત સમાજના જ્ઞાતિબંધુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા., તેમજ મુકેશભાઈ પટેલના પોતાના માદરે વતન ટાકરવાડા પરિવાર પણ મોટી સંખ્યામાં હાજર રહી મુકેશભાઈ ને ખુબ ખુબ શુભેચ્છાઓ પાઠવી હતી