આબુ રોડ સિટી પોલીસ સ્ટેશન વિસ્તાર ના માનપુર બનાસ નદી માં આજે સવારે ન્હાતી વખતે બે વિદ્યાર્થીઓ યુવકો ડૂબી ગયા હોવાની ઘટના સામે આવી છે..
જેની સ્થાનિક લોકોએ પોલીસ ને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી પહોંચી શોધ ખોળ હાથ ધરવામાં આવી છે..
ગુજરાત ને અડીને આવેલા રાજસ્થાન ના આબુરોડ ના માનપુરમાં થી પસાર થતી બનાસ નદીમાં બે વિદ્યાર્થીઓ યુવકો ડૂબ્યા છે, જેમાં જયપુર જિલ્લા આવેલ એક સ્કૂલ ના વિદ્યાર્થીઓ માઉન્ટ આબુ ફરવા આવ્યા હતા, જ્યાં આબુ રોડના સાંઈ બાબા સોમવારે રાત્રે ધર્મશાળામાં રોકાયા હતા..
સવારે વિદ્યાર્થીઓ ધર્મશાળા નજીક વહેતી બનાસ નદી પાસે હતા, ત્યારબાદ બે વિદ્યાર્થીઓ ઉંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા, બંને યુવકો પાણીમાં ગરકાવ થવાથી અફરાતફરી મચી જવા પામી હતી..
સ્કૂલ સ્ટાફ અને આજુ બાજુ લોકો ઘટના સ્થળે દોડી પહોંચી શોધખોળ હાથ ધરી હતી..
જેમાં સ્થાનિક પોલીસ ને જાણ થતા પોલીસ તાત્કાલિક દોડી પહોંચી હતી, પાણીમાં વિદ્યાર્થી ઓ ની શોધખોળ હાથ ધરી છે..