ડીસામાં ગાંધીજીની જન્મ જયંતીની ઉજવણી, ભાજપ, કોંગ્રેસ, આપ સહિત સામાજિક સંસ્થાઓએ બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી..
ડીસા માં મહાત્મા ગાંધીજી ની જન્મ જયંતી ની ઉજવણી કરવામાં આવી હતી, ભાજપ અને કોંગ્રેસ ના કાર્યકરોએ ગાંધીજી ના બાવલાને સુતરની આંટી અને ફુલહાર અર્પણ કરી લોકોને તેમના જીવન ચરિત્રના માર્ગે ચાલવા સંદેશો આપ્યો હતો..
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે ગાંધીજી ના જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી, ડીસામાં પણ શહેર દક્ષિણ પોલીસ મથક પાસે આવેલ ગાંધીજી ના બાવલાને ગત મોડી રાત્રે સાફ સફાઈ કર્યા બાદ આજે વહેલી સવાર થી ભાજપ, કોંગ્રેસ, આપ સહિત સામાજિક સંસ્થાઓએ ફૂલહાર અર્પણ કરી જયંતિની ઉજવણી કરી હતી..
નગરપાલિકા પ્રમુખ સંગીતા દવે, પૂર્વ રાજ્ય સભા સાંસદ દિનેશ અનાવડીયા, માર્કેટયાર્ડ ચેરમેન ગોવાભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય શશીકાંત પંડ્યા, પૂર્વ નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કર સહિત નગરસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગાંધીજી ના બાવલાને આંટી પહેરાવી હતી, તેમજ 'ગાંધીબાપુ અમર રહો'ના નારા લગાવ્યા હતા. પાલિકા પ્રમુખે લોકોને ગાંધીજી ના જીવન ચરિત્રને લોકોએ જીવનમાં ઉતારી તેમના દર્શાવેલા માર્ગ પર ચાલવા લોકોને અપીલ કરી હતી..
સાથે જ ગામને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે લોકોને સહયોગ આપવા અપીલ કરી હતી, આ સિવાય કોંગ્રેસ આગેવાનો દ્વારા પણ ગાંધી જયંતીની ઉજવણી કરી હતી જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ સોલંકી, નગર સેવક જગદીશભાઈ મોદી, પૂર્વ ડેલિકેટ પોપટજી દેલવાડીયા, અશ્વિનભાઈ પરમાર, પી.વી રાજગોર સહિત કોંગ્રેસ આગેવાનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ગાંધીજીના બાવલાને ફુલહાર પહેરાવ્યા હતા..