ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામના ખેડૂતે કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મૂકી બરોડા ગુજરાત ગ્રામીણ બેંક માંથી પ્લેઝ લોન લઈ તેના રૂપિયા 26.50 લાખ પરત ન ભરતા બેંકે ચેક રિટર્નનો કેસ કર્યો હતો. જેમાં ડીસાના એડિશનલ મેજિસ્ટ્રેટે આરોપી ખેડૂતને એક વર્ષની કેદ તેમજ નાણાં ન ભરે તો વધુ ત્રણ માસની કેદની સજાનો હુકમ કર્યો હતો.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના લક્ષ્મીપુરા ગામના ખેડૂત ભુરાજી ગણેશાજી ખદાવએ બટાટાનું વાવેતર કરીને 7500 બટાટાના કટ્ટા સુંધા કોલ્ડ સ્ટોરેજ ખાતે સ્ટોર કરેલા અને તેની અસલ સ્ટોર કર્યાની પાવતી લોનના કામે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની ડીસા શાખામાં રજુ કરેલી. સદર બટાટાના કટ્ટા ઉપર 25 લાખ રૂપિયાની પ્લેજ લોન તા. 19 4 18 ના રોજ બેંકે મંજુર કરીને આપી હતી.

જે લોન ભૂરાજીએ ઉપાડેલી અને લોનની વ્યાજ સહિત લેણી રકમ રૂ.26.50 લાખ બાકી હોઈ અને બેંકે માગણી કરતાં આરોપીએ વ્યાજ સહિતની તમામ બાકી રકમ ચુકવવા દેના ગુજરાત ગ્રામીણ બેંક, ડીસા શાખાનો ચેક તેમની સહી કરીને આપેલો.જે ચેક બેકે તા. 25 1 19 ના રોજ ભરતાં ભૂરાજીના ખાતામાં પુરતુ ભંડોળ ન હોવાના કારણે સદર ચેક રિટર્ન થયો હતો. જેથી બેંકની ડીસા શાખાના મેનેજર યુદ્ધવીર શર્માએ ભુરાજી સામે ફરિયાદ નોંધાવતા નોંધાવી હતી. જે કેસ ડીસાના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વાય. એન. પટેલની કોર્ટમાં ચાલી જતા બેંકના વકીલ એ.એસ.શેખની દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી ખેડૂત ભુરાજી ગણેશાજી ખદાવને એક વર્ષની સાદી કેદની સજા તેમજ બેંકની લેણી નીકળતી રકમ રૂપિયા 26.50 લાખ ભરવાનો અને રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સાદી કેદની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે આરોપી હાજર ન હોય તેને સજા ભોગવવા મોકલવાનો હોવાથી પકડવા માટે પકડ વોરંટ પણ કાઢવાનો આદેશ કર્યો છે.