સ્વચ્છતાના આગ્રહી એવા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે બીજી ઓક્ટોબરના રોજ 154 મી જન્મ જયંતીને અનુલક્ષીને જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુનો વાસના સૂત્રને અનુસરીને આજે હાલોલ શહેરના ગોધરા રોડ પર આવેલી એમ.એન્ડ.વી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત કોલેજ કેમ્પસ ખાતે કોલેજના આચાર્ય તેમજ અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ સફાઈ અભિયાન હાથ ધરાયું હતું જેમાં એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને કોલેજ કેમ્પસને "પ્લાસ્ટિક મુક્ત કેમ્પસ" બનાવી દઈ પૂજ્ય મહાત્મા ગાંધીની 154 મી જન્મ જયંતીની ઉજવણી કરી પૂજ્ય શ્રી ગાંધીબાપુને કોટી કોટી વંદન કર્યા હતા અને હંમેશા સ્વચ્છ રહેવાનો સંકલ્પ કરી સૌને સ્વચ્છતા રાખવા માટેનો અનુરોધ કર્યો હતો જેમાં આ વિશેષ પ્રસંગે સમગ્ર કાર્યક્રમના પ્રોગ્રામ ઓફિસર ડો. સંજય જોષી અને ડૉ. જયેશ વાઘેલાએ પણ સ્વચ્છતા અભિયાનમાં એન.એસ.એસ.ના સ્વયંસેવકોની સાથે ખભેખભો મેળવી સ્વચ્છતા અભિયાન અંતર્ગત કામગીરી કરી સતત હાજર સ્વયંસેવકોની કામગીરી બિરદાવી હતી.