સ્વચ્છ ભારત મિશનને નવ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર દેશમાં આજે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમની ઉજવણી અંતર્ગત પાલનપુર કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્ય અનિકેત ઠાકર, બનાસકાંઠા જિલ્લા કલેક્ટર વરૂણકુમાર બરનવાલ અને પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચિમનલાલ સોલંકી સહિત ના મહાનુભાવો એ હાથમાં ઝાડુ લઇ સફાઇ કરીને શ્રમદાન કર્યુ હતું..

આ પ્રસંગે ધારાસભ્ય અનિકેત ઠાકરે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાનના પગલે આજે પાલનપુર શહેર સહિત જિલ્લાભરમાં સ્વચ્છતા અભિયાનના કાર્યક્રોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપણે તેમાં જોડાઇને આપણા નગરને સ્વચ્છ રાખીએ..

કલેક્ટર વરૂણકુમાર બરનવાલે જણાવ્યું કે, આજે 1 ઓક્ટરોબરના રોજ ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ આપવામાં આવ્યો છે. જેમાં પાલનપુર ખાતે ધારાસભ્ય, નગર પાલિકા ના પ્રમુખરી અને પદાધિકારીઓ તથા અધિકારીઓ દ્વારા શ્રમદાન કરવામાં આવ્યું છે. એવી જ રીતે પાલનપુરની સાથે સાથે તમામ ગામો અને નગરોમાં પણ સ્વચ્છતા કાર્યક્રમ યોજાઇ રહ્યો છે એમાં જોડાવા લોકોને અપીલ કરું છું કે આ અભિયાનમાં જોડાઇને સ્વચ્છતા અંગે જાગૃતતા ફેલાવવા પોતાનું યોગદાન આપે.આ ઉપરાંત હાલમાં જ યોજાયેલ ભાદરવી પૂનમના મેળાને સ્વચ્છ, સુંદર અને રળીયામણો બનાવનાર અને લાખો યાત્રિકોએ પણ મેળામાં સ્વચ્છતાની સરાહના કરી છે. આ મેળાને સ્વચ્છ રાખવાની જેમના શિરે જવાબદારી હતી એવા બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ યાત્રાધામ અંબાજીમાં શક્તિપીઠ સર્કલ ખાતે સફાઇ કરીને શ્રમદાન કર્યુ હતું..