ડીસાના ભીલડી પાસે બે ટ્રક સામસામે ટકરાતા બે લોકોના મોત..

ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર ભીલડી પાસે આજે વન વે માર્ગ પર બે ટ્રક સામ સામે ટકરાતા સર્જાયો ગોજારો અકસ્માત, જેમાં બે લોકોના મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય ગંભીર રીતે ઇજાગ્રસ્ત બે લોકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા..

દિયોદર પાસે આવેલા રૈયા તેમજ ખીમાણા ગામે મંદિર બનાવવાનું હોવાથી એક ટ્રક જોધપુરી પથ્થર ભરી ને રાજસ્થાન થી આવી રહી હતી, આ ટ્રક ડીસા રાધનપુર હાઈવે પર ભીલડી પાસે ડાયવર્ઝન આપેલા વન વે માર્ગ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે સામેથી આવી રહેલી ટ્રક સાથે સામ સામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો..

અકસ્માત માં પથ્થર ભરેલી ટ્રકનો ચાલક અને રાજસ્થાન ના પાલી જિલ્લાના બર ગામે રહેતા અજય ચૌહાણ નું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજા પહોંચી હતી..

ઘટનાને પગલે ભીલડી પોલીસ, 108 એમ્બ્યુલન્સ વાનની ટીમ અને નેશનલ હાઇવે ઓથોરિટી ની ટીમ તાત્કાલિક બનાવ સ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી, તેમજ ઇજાગ્રસ્ત ત્રણ લોકોને સારવાર માટે ડીસા ની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વધુ એક ખીમાણા ગામના રહેવાસી શંભુભાઈ પ્રજાપતિનું મોત નીપજતાં અકસ્માતમાં કુલ બે વ્યક્તિઓના મોત થયા હતા, આ બનાવ અંગે ભીલડી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી..