હાલોલ રૂરલ પોલીસ મથકના પી.આઇ. આર.એ. જાડેજાને અંગત બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના ઇંટવાડી ગામની સીમમાં કેટલાક ઈસમો ભેગા મળી જાહેરમાં ગંજી પાના, પત્તા પાનાનો હાર જીતનો પૈસા વડે જુગાર રમે છે જે બાતમીના આધારે પી.આઇ.આર.એ.જાડેજાની અધ્યક્ષતામાં પોલીસ કર્મચારીઓ(1)જયેન્દ્રસિંહ નરેન્દ્રસિંહ (2) કમલેશભાઈપરસોત્તમભાઈ (3) જશવંતસિંહમણીલાલ (4) ઇન્દ્રજીતસિંહ નટવરસિંહ(5) અશોકકુમાર રામસિંહ(6) રાહુલકુમાર રમેશભાઈ અને (7) નિલેશભાઈ ભગીરથભાઈએ ઇટવાડી ખાતે બાતમીવાળા સ્થળે છાપો મારી પત્તા પાનાનો જુગાર રમતા 9 ખેલાડીઓ (1) ગોવિંદ ઉર્ફે ગોપાલ અર્જુનસિંહ ચાવડા (2)હિતેશકુમાર ઉર્ફે હીતો ગુલાબસિંહ ચાવડા(3) મુકેશ ઉર્ફે મુકો શિવસિંગ ચાવડા (4) મહેશકુમાર બળવંતભાઈ પરમાર (5) અર્જુનસિંહ ગણપતસિંહ ચૌહાણ( 6) નરેશ ઉર્ફે નરીયો કાભઇ રાઠોડ (7) મહિપાલસિંહ ખુમાનસિંહ ચાવડા (8) મહિપાલસિંહ ખુમાનસિંહ ચાવડા (9) વિક્રમસિંહ હિંમતસિંહ સોલંકીને રંગે હાથે ઝડપી પાડયા હતા જેમાં તેઓની અંગજડતી કરી 9,940/- રૂ.ની રોકડ રકમ તેમજ દાવ પર લાગેલ રકમ 5,760/- રૂ.મળી કુલ 15,700/- રૂ. નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા તમામ 9 આરોપીઓ સામે હાલોલ રૂરલ પોલીસ મથકે જુગારધારા એકટ હેઠળ ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહી કરી હતી