કાલોલ પોલીસ મથકે સ્વચ્છતા હી સેવા અંતર્ગત શ્રમદાન કરવામાં આવ્યુ@Virendramehta24
“એક તારીખ,એક કલાક” મહાશ્રમદાન કાર્યક્રમ અંતર્ગત કાલોલ પીએસઆઇ સહિત પોલીસ સ્ટાફ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા
તારીખ ૧/૧૦/૨૦૨૩
સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા હી સેવા માસની ઉજવણી અન્વયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તારીખ ૧ ઓક્ટોબર ૨૦૨૩ના દીવસે દેશના તમામ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જન પ્રતિનિધિઓની આગેવાની હેઠળ એક તારીખ એક કલાક સૂત્ર સાથે મહાશ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેના ભાગરુપે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઇ જેડી તરાલ તેમજ એન.આર રાઠોડ સહિત પોલીસ સ્ટાફ સાથે આજરોજ “એક તારીખ,એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા હી સેવા અભિયાનમાં જોડાઈને પોતાના પોલીસ સ્ટેશનના મેદાનમાં સફાઈ કરી આ ઉપરાંત જ્યાં ત્યાં પડેલા પ્લાસ્ટિક અને કચરાના ઢગલા ભેગા કરી તેનો નિકાલ કર્યો હતો અને સફાઇની કામગીરી હાથ ધરી સ્વચ્છતા હી સેવા માટેનું ઉમદા મહાશ્રમદાન પ્રવૃત્તિઓમાં સમગ્ર પોલીસ સ્ટાફ જોડાયો હતો
 
  
  
   
   
  