આજરોજ "વિશ્વ હ્રદય દિવસ" નિમિત્તે નરેન્દ્ર મોદી વિચાર મંચ પંચમહાલ દ્વારા જનજાગૃતિ અભિયાન હેઠળ કાલોલ બાળ સેવા કેન્દ્ર ખાતે સ્વસ્થ હ્રદય માટે માર્ગદર્શન અંગે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં નરેન્દ્ર મોદી વિચાર મંચના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજેન્દ્ર ભાઈ જોષી, કાલોલ તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. એમ. વી. દોશી, ડૉ. ઈલેશ ગુપ્તા, ડૉ. નિલોફર, બાળ સેવા કેન્દ્રના કર્મચારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ, ગ્રામ્ય વિસ્તારની બહેનો વિગેરે ઉપસ્થિત રહ્યા.તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ એમ.વી. દોશી એ માણસના શરીરનું સૌથી અગત્યનું અંગ હ્રદય છે તેને સ્વસ્થ રાખવા માટેની ખાસ બાબતો અંગે જરુરી માર્ગદર્શન આપ્યું તથા હ્રદયને નબળું પાડતી બાબતો અંગે સાવચેતી રાખવા સૂચન કર્યું.