ઇસ્લામ ધર્મના મહાન સ્થાપક અને મુસ્લિમોના મહાન પેગંબર હજરત મુહમ્મદ મુસ્તુફા સ.અ.વ. ની યાદમાં અને તેઓના માન સન્માનમાં દર વર્ષે ઈસ્લામિક ચાંદ (તારીખ) 12 રબીઉલ અવ્વલના પાવન દિવસે ઈદે મિલાદુનનબીની પરંપરાગત રીતે ભારે ધાર્મિક વાતાવરણમાં રંગે ચંગે ઉજવણી કરી ભવ્ય જૂલુસ યોજવામાં આવે છે જેમાં હાલોલ ખાતે પણ દર વર્ષે ઈદે મિલાદની ઉજવણી અંતર્ગત ભવ્ય જુલુસ નગરના રાજમાર્ગો પર મુસ્લિમ બિરાદારો દ્વારા યોજાય છે જેમાં ગઈકાલે તારીખ 28મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન અને ઇદે મિલાદનો સુગમ સમન્વય થતો હોવાને કારણે ગણેશ વિસર્જનની સવારી અને ઈદે મિલાદનું જૂલુસ એક જ દિવસે અને એક જ સમયે એક જ રૂટ પર ભેગું થતું હોવાને લઈ મુસ્લિમ બિરાદરો દ્વારા કોમી ભાઈચારાની ભાવના દર્શાવી 28મી સપ્ટેમ્બરે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ પૂર્ણ થવા દઇશ દઈ બીજા દિવસે એટલે કે આજરોજ ઈદે મિલાદના ભવ્ય જુલુસનું ભવ્યભાતિ હાલોલ નગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે શુક્રવારના રોજ સાંજના સુમારે ઈદે મિલાદના પાવન પર્વને અનુલક્ષીને નગરના રાજમાર્ગો પર હજારો મુસ્લિમ બિરાદરોની હાજરીમાં ઈદે મિલાદનું ભવ્ય જુલુસ યોજાયું હતું જેમાં જુલુસમાં યુવાન,યુવતીઓ, મહિલા,પુરુષો સહિત અબાલ વૃદ્ધો ભારે ઉત્સાહ અને ઉમંગ સાથે હજારોની સંખ્યામાં જોડાયા હતા જેમાં મુસ્લિમ વિસ્તારો સહિત નગરના મુખ્ય રાજમાર્ગો પરથી પસાર થતા જુલુસમાં જોડાયેલા લોકો દ્વારા કસીદા,નાત,નજમ પઢવામાં આવતા ભારે ધાર્મિક અને ભક્તિમય વાતાવરણમાં સર્જાયું હતું જેમાં નગર ખાતે રંગે ચંગે આનબાન અને શાન સાથે ભારે ભાવપૂર્વક ભક્તિમય વાતાવરણમાં યોજાયેલા જુલુસનો શુભારંભ હાલોલ નગરના લીમડી ફળિયા ખાતેથી થયો હતો જે નગરના કસ્બા વિસ્તારમાં થઈ સ્વામિનારાયણ પોલીસ ચોકી રહી કોઠી ફળીયામાં રહી હઝરત બાદશાહ બાબાની દરગાહ ખાતે થઈ પાવાગઢ રોડ પર પહોંચ્યું હતું જ્યાંથી મુહમ્મદી સ્ટ્રીટ સહિતના વિવિધ મુસ્લિમ વિસ્તારોમાં ફરી ઘોડાપીર અરાદ પર ફરી પરત પાવાગઢ રોડ પરથી કસ્બા હુસેની ચોક થઈ લીમડી ફળીયા ખાતે પહોંચ્યું હતું જ્યાં આનબાન અને શાન સાથે યોજાયેલા જુલુસની પૂર્ણાહુતિ કરાઈ હતી જેમાં જુલુસમાં જોડાયેલા હજારો મુસ્લિમ બિરાદરો માટે લીમડી ફળિયા ખાતે રજા યંગ સર્કલ દ્વારા મહા પ્રસાદી આમ ન્યાજ આયોજન કરાતા સૌ કોઈએ ન્યાજ આરોગવાનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી જ્યારે જુલુસને અનુલક્ષીને હાલોલ ટાઉન પોલીસ દ્વારા સમગ્ર જુલુસના માર્ગો સહિત તમામ મુસ્લિમ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દઈ ખડે પગે સતત તૈનાત રહી કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતીની જાળવણી કરી સમગ્ર પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખતા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં જુલુસ સંપન્ન થયું હતું.