સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામમાં આજરોજ ગણપતિ વિસર્જન
વિજપડી ગામમાં શ્રી મારૂતિ ગૃપ દ્વારા 27મા વર્ષે પણ ગણપતિ ઉત્સવ કરતા જોવા મળ્યા હતા. વિઘ્નહર્તા દેવ એટલે ગણેશજી ની ધામધૂમ પૂર્વક 10 દિવસ સુધી પુંજા અર્ચના કરી આજરોજ ઘાડલા ડેમમાં બાપા મોરિયા ના નાદ સાથે ગણેશોત્સવનુ વિસર્જન કરવામાં આવ્યું હતુ.
ગણોનાં સ્વામી હોવાને કારણે તેમનું એક નામ ગણપતિ પણ છે. જ્યોતિષમાં તેમને કેતુનાં અધિપતિ દેવતા મનાય છે, અન્ય જે પણ સંસાર નાં સાધન છે તેમના સ્વામી શ્રી ગણેશજી છે. હાથી જેવું શિશ હોવાને કારણે તેમને ગજાનન પણ કહે છે. તેઓ દુઃખો નો નાશ કરનારા હોવાથી હિન્દુ ધર્મમાં દરેક કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે.
રિપોર્ટર દિલીપ વાઘેલા સાવરકુંડલા