પાલનપુર હાઇવે પરથી તાલુકા પોલીસ એક પીકઅપમાંથી શંકાસ્પદ એક હજારથી વધારે લીટર ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. તાલુકા પોલીસ મળેલી બાતમી હકીકત આધારે એક પીકઅપ ડાલામાંથી રાજસ્થાનના બાડમેરથી શંકાસ્પદ ઘી અમદાવાદ તરફ જતા પોલીસ ઝડપી પાડ્યું હતું. પોલીસ ફૂડ વિભાગને જાણ કરતા ફુડ વિભાગ દ્વારા ઘીના સેમ્પલ લઇ લેબમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.
પાલનપુર-અમદાવાદ હાઇવે ઉપરથી પાલનપુર તાલુકા પોલીસે રાજસ્થાનના બાડમેરથી અમદાવાદ તરફ લઈ જવા તો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં તાલુકા પોલીસને મળેલી બાતમી હકીકતના આધારે તાલુકા પોલીસે ઠેર ઠેર જગ્યાએ પોઇન્ટ લગાવી વાહનોની તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક પીકઅપ ડાલુ શંકાસ્પદ લગતા પોલીસે તેને રોકાવી તપાસ કરતા પીકઅપ ડાલામાંથી મોટી માત્રામાં ઘીના ડબ્બાઓ 500 મળ્યા હતા જેથી પોલીસે શંકાસ્પદ ઘી લાગતા તેને કબજે લીધું હતું.
પોલીસે પીકઅપ ડાલામાંથી મળેલા શંકાસ્પદ ઘીના ડબ્બાઓ તપાસ કરતા પોલીસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરી હતી. ફૂડ વિભાગના અધિકારીઓને ઘીના ડબ્બાઓ સેમ્પલ લઈ લેબમાં પરીક્ષણ અર્થ મોકલવામાં આવ્યા છે. પાલનપુર તાલુકા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.