ગઢડાના એક જાગૃત નાગરિક દ્વારા ગઢડા શહેર અને તાલુકામાં ઈંગ્લીશ અને દેશી દારૂના હાટડાઓ અનેક વિસ્તારોમાં શરૂ થયા છે. તેની વિગત સાથે હપ્તા ઉઘરાવતા પોલીસ કર્મી ના નામ સાથે ફરિયાદ અરજી ઉચ્ચ કક્ષાએ કરવામાં આવી છે ત્યારે ગઢડા શહેર તાલુકામાં દારૂની ભઠ્ઠી પર રેડ કરવામાં આવી હતી.ત્યારે સફળ રેડ કરી મુદ્દા માલ કબજે લેવામાં આવ્યો છે. સમગ્ર વિગત મુજબ ગઢડા ના હરીપર રોડ પર આવેલ હરીપરના ખારા

વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાની માહિતી ને લઈને ગઢડા પોલીસ મથકના પીઆઈ મયુરસિહ જાડેજાને મળેલી બાતમીના આધારે ગઢડા પીએસઆઈ પંડ્યા અને પોલીસ સ્ટાફ હરીપરના

ખારા વિસ્તારમાં દરોડાપાડવા માં આવતા દેશી દારૂની ભઠ્ઠી મળીઆવી હતી. દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે કરેલ રેડ દરમ્યાન વિજય સુરા વાધેલા નામના શખ્સની પોલીસેઝડપી લીધોહતો જ્યારે અન્ય ભાવેશ ગોપાલ વણોદીયા,

અજય સુરા વાધેલા, સંજય દેવા વાઘેલા ત્રણેય શખ્સો અંધારાનો લાભ લઈનેપોલીસ ને હાથતાળી આપી નાસી છુટયા હતા જયારે ગઢડા પોલીસે દેશી દારૂ બનાવવાનો આથો તેમજ દેશી દારૂ અને દારૂ બનાવવાના સાધનો તેમજ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧૯૦૭૦ નો મુદ્દામાલ કબ્જે કરી તમામ ચારેય શખ્સો વિરૃધ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી નાસી જનારા ત્રણેય શખ્સોને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.