જમીન વિકાસ બેંક પાસે ગટર ઉભરાતા માથુ ફાટી જાય તેવા દ્રશ્યો સામે આવ્યા..
ખેડબ્રહ્મા નગરપાલિકા : ગાર્બેજ ફ્રી ખેડબ્રહ્મા અંતર્ગત, સ્વચ્છતા પખવાડીયા અંતર્ગત કાર્યક્રમ કરી સોસીયલ મીડિયા મા નગરપાલિકા કર્મચારીઓ ફોટોગ્રાફ અપલોડ કરતા હોય છે પરંતુ હકીકત પરિસ્થિતિ કંઈક જુદી જ છે જમીન વિકાસ બેંક માર્કેટયાર્ડ વાળા રસ્તા પાસે છેલ્લા એક વર્ષથી ગટરો ઉભરાય છે આ વિસ્તારના લોકો સતત દુર્ગંધ મારતી ગટરના પાણી વચ્ચે જીવી રહી છે આ અંગે ખેડબ્રહ્મા પ્રાંત અધિકારી હાર્દ યુ શાહને મૌખિક રજુઆત કરાઈ છે ખેડબ્રહ્મા મામલતદાર વહીવટી ચાર્જમાં આવ્યા બાદ વારંવાર તેઓને પણ રજૂઆત કરવામાં આવી છે નગરપાલિકા ચીફ ઓફિસર ખેડબ્રહ્મા ફરજ પર ક્યારથી હાજર થયા છે ત્યારથી તેઓને રજૂઆત કરવામાં આવી છે પરંતુ આ વિસ્તારના લોકોને કોઈ સાંભળવામાં આવતું નથી વારંવાર રજૂઆતો કરવા છતાં આ વિસ્તારમાં દવા સુધીનો છંટકાવ કરવામાં આજરોજ સુધી આવ્યો નથી ખેડબ્રહ્મા નગરપાલિકા : ગાર્બેજ ફ્રી ખેડબ્રહ્મા અંતર્ગત, સ્વચ્છતા પખવાડીયા ઉજવણી કરી રહ્યું છે પરંતુ આ પરિવારોને મુલાકાત લેવામાં આવે તો નરી વાસ્તવિકતા કંઈક જુદી જ છે સાબરકાંઠા જિલ્લા કલેકટર તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આ ગંદકી અંગે વિચારણા કરી સત્વરે આ ગંદકી દૂર કરવામાં આવે તેવો પ્રયાસ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ પણ ઉઠવા પામી છે આ પરિવારોને આ ગંદકીના લીધે ઘરોમાં રોગચાળા ફેલાશે તો તેની જવાબદારી કોની રહેશે તેવી પણ ચર્ચા હાલના આ વિસ્તારમાં ચર્ચાઈ રહી છે આ અંગે ખેડબ્રહ્મા ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીને પણ આજરોજ રજૂઆત ટેલીફોનિક કરાઈ હતી