ધ્રાંગધ્રામાંથી જુગાર રમતા 15 ઈસમો રોકડા, મોબાઈલ અને બે કાર મળી રૂ. 12.93 લાખના મુદામાલ સાથે ઝડપાયા છે. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ તેમજ ધ્રાંગધ્રા ડીવાયએસપીની ટીમે રોકડા રૂ. 6,56,800, મોબાઈલ નંગ 9 કિંમત રૂ. 36,500 અને બે કાર કિંમત રૂ. 6,00,000 મળી કુલ રૂ. 12,93,300નો મુદામાલ ઝબ્બે કરી કાર્યવાહી હાથ ધરી છે.ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિત અને સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. વી.વી.ત્રિવેદીની આગેવાનીમાં ધ્રાંગધ્રા ડીવાયએસપી સ્કવોડ અને સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમની ટીમને ખાસ પેટ્રોલિંગ દરમિયાન પાક્કી બાતમી મળી હતી કે, ધ્રાંગધ્રા આંબેડકરનગર જુની ખરાવાડ ખાતે રહેતા કાંતિ છાસિયા પોતાના મકાનમાં પોતાના આર્થિક ફાયદા સારુ બહારથી માણસો બોલાવી ગુડદી પાસા વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે.જેના આધારે હકીકતવાળી જગ્યાએ રેડ કરી કુલ 15 આરોપીઓને રોકડા રૂ. 6,56,800, મોબાઈલ નંગ 9 કિંમત રૂ. 36,500 અને બે કાર કિંમત રૂ. 6,00,000 મળી કુલ રૂ. 12,93,300નો મુદામાલ ઝબ્બે કરી આ તમામ 15 આરોપીઓ વિરુદ્ધ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં જુગારધારા અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડામાં ધ્રાંગધ્રા ડીવાયએસપી જે.ડી.પુરોહિત અને સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ. વી.વી.ત્રિવેદીની આગેવાનીમાં પેરોલ ફલો સ્કોડના પીએસઆઇ સી.એ.એરવાડીયા, એસ.વી.દાફડા, એ.ડી.ડોડીયા, મેહુલભાઈ, દશરથભાઈ, ગોપાલસિંહ, સાહિલભાઈ, હરદીપસિંહ, બળદેવભાઈ, ભૂમિબેન અને સુધીરસિંહ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો.પકડાયેલા 15 આરોપીઓના નામ1) યુનુષ રહીમ વડદરીયા ( ધ્રાંગધ્રા )2) ધર્મેશ પ્રદીપ જોશી ( હળવદ )3) યશ સુરેશ ગઢીયા ( હળવદ )4) મેહુલ રણછોડ સિંધવ ( વઢવાણ )5) ગોવિંદ જીવણ મકવાણા ( વઢવાણ )6) અવીશ અબ્બાસ જેડા ( વઢવાણ )7) સાહીલ ભીખુ પઠાણ ( વઢવાણ )8) ગૌતમ ઝાલા પરમાર ( વઢવાણ )9) દેવા સેલા ગોલતર ( વઢવાણ )10) હુસેન ઉર્ફે પુનિયો અહેમદ મમાણી ( વઢવાણ )11) પંકજ ચમન ગોઠી ( હળવદ )12) બળદેવ રામજી જાદવ ( ધ્રાંગધ્રા )13) ગિરીશ ચિકા પરમાર ( ધ્રાંગધ્રા )14) મેહુલ રમણીક ગોઠી ( હળવદ ) 15) વિનોદ મગન સોલંકી ( ધ્રાંગધ્રા )ફરાર આરોપીનું નામ કાંતિ દાના છાસિયા ( ધ્રાંગધ્રા )-નાસી જનારો આરોપી