આજે ડોટર્સ ડે પર દીકરી અને પિતાના પ્રેમની એક નાનકડી વાર્તા રજૂ કરું છું:

એક સગર્ભા સ્ત્રીએ એના પતિને પૂછ્યું, "તમે શું અપેક્ષા રાખો છો? આપણે દીકરો થશે કે દીકરી?"

પતિએ હસીને કહ્યું, "એ તો ભગવાન જાણે પણ જો દીકરો આવશે તો હું એને રમત-ગમત શીખવીશ, ગણિત શીખવીશ અને જીવન માટે જરૂરી દરેક પાઠ શીખવીશ."

પત્નીએ પૂછ્યું, "અને જો દીકરી આવશે તો?"

પતિએ જવાબ આપ્યો, "જો દીકરી આવશે તો મારે એને કંઈ શીખવવું નહિ પડે પણ મારે મારી જાતને બધું નવેસરથી શીખવવું પડશે."

"એવું કેમ?" પત્નીએ પૂછ્યું. 

"કેમકે દીકરો આવે તો મારે એનો ઉછેર કઈ રીતે કરવો એ એક પુરુષ હોવાને નાતે હું કુદરત સહજ જાણું છું પણ દીકરીનો ઉછેર કરવા માટે મારે એ બધું શીખવું પડશે જે પુરુષ માટે અજાણ્યું હોય છે. મારે એક આદર્શ વ્યક્તિ બનવું પડશે કેમકે એ મોટી થયા પછી હંમેશા તેના પતિની સરખામણી મારી સાથે કરશે અને એ સમયે હું એ સરખામણીમાં પાછળ રહી જાઉં એ મને મંજુર નથી. દીકરો મારી સાથે જીવનભર રહે પણ દીકરીને મારે દીકરાને આપવાની શિખામણ ને પ્રેમ વીસ પચ્ચીસ વર્ષમાં જ આપવા પડશે કેમકે એ પછી તો એ લગ્ન કરીને ચાલી જશે."

આટલું કહેતા તો પતિની આંખમાં આંસુ આવી ગયા. 

સાચે જ દીકરીનો જન્મ એક વિરલ ઘટના છે. એ જન્મતા જ એના પિતાનું જીવન હંમેશા માટે બદલાઈ જાય છે.

મારી આ પોસ્ટ એ બધા જ પિતાઓને અર્પણ છે જેમને ભગવાને દીકરી રૂપે પોતાના આશીર્વાદ આપ્યા છે.

હેપ્પી ડોટર્સ ડે ટુ ઓલ