કિશોર ઇન્સ્ટિટ્યૂટ માં પધાર્યા - ગણપતિબાપા મોરિયા

આનંદ ઉલ્લાસભેર રંગે ચંગે વાઝતે ગાજતે કિશોર ઇન્સ્ટિટ્યૂટ માં વિઘ્નહર્તાની પધરામણી અને વિસર્જન

ગાંધીનગર: રવિવાર:

સમગ્ર ગુજરાત માં હવે ઘરે ઘરે વિઘ્નહર્તા ગણેશજીની પધરામણી કરાયછે , સાંસ્કૃતિક કાર્યક્રમોની ઉજવણી કરવાની કિશોર ઇન્સ્ટિટ્યૂટ ની પરંપરા ના ભાગ રૂપે વિઘ્નહર્તા વિનાયક બાપાની બેન્ડ વાજા, ઢોલ નગારા અને ડીજે સાથે નાચતા કુદતા,અને ગણપતિ બાપ્પા મોરિયા ના ગુંજારવ સાથે, કીર્તન ગાતા કિશોર ઇન્સ્ટિટ્યૂટ માં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિની પધરામણી કરવામાં આવી છે.

મહારાષ્ટ્ર પછી હવે ગુજરાત અને સમગ્ર ભારતમાં અને ભારત બહાર વસતા ભારતીયો ગણપતિ બાપાની મૂર્તિઓ લાવી આનંદ ઉત્સવ મનાવે છે, ભજન કીર્તન આરતી થી કાલાવાલા કરે છે, કિશોર ઇન્સ્ટિટ્યૂટ માં પણ એજ પ્રમાણે દરરોજ આરતી - પ્રસાદ કરી બાપાની કૃપા પ્રાપ્ત કરવા અને રીઝવવા ઉત્સવ મનાવે છે. કીડિયારા ની જેમ ખૂબજ વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપરાંત સ્થાનિક રહીશો અનેવેપારીઓ દ્વારા ગણેશજીને વધાવ્યા હતા. ગણેશ સ્થાપન ની આટલી મોટી સંખ્યા રેકોર્ડ બ્રેક રહી છે.

આ પ્રસંગે ઇન્સ્ટિટ્યૂટ ની તમામ શાખા માં વિદ્યાર્થીઓ, આસપાસના રહેવાસીઓ તેમજ વેપારી સજ્જનો ઉપસ્થિત રહ્યા હતા.

કિશોર ઇન્સ્ટિટ્યૂટ માં શ્રેષ્ઠતમ શિક્ષણ ની સાથે સમયાંતરે વિવિધ આધ્યાત્મિક પર્વો ની ઉજવણી સાથે મનોરંજક કાર્યક્રમો, પ્રવાસ વગેરે કાબિલેદાદ બની રહે છે. સતત અભ્યાસથી માનસિક તનાવ થવાની શક્યતા નિવારી ગણેશજી ની કૃપા બની રહે તેમજ આધ્યાત્મિકતા, મનોરંજ ન, અને શિક્ષણ ની સમતુલા જાળવવા, તે મુખ્ય હેતુ સાથે પોઝિટિવ ઊર્જા સાથે પુનઃ શ્રેષ્ઠ કાર્યક્ષમતા સાથે અભ્યાસ માં જોડાઈ જાય છે. પાંચ દિવસ પછી એજ વિધિ સાથે મૂર્તિ ની પધરામણી કરાઈ હતી પસ્થિત ભક્ત મેદનીને ગણપતિને પ્રિય મોદક ના પ્રસાદ નું સ્થાપના તેમજ મૂર્તિ વિસર્જન બંને સમયે વિતરણ કરાયું હતું. બ્યુરો રિપોર્ટ PHN ગાંધીનગર