*રાજકોટ શહેર હર ઘર તિરંગા માટે પુ.અપૂર્વમુની સ્વામીની અપીલ.* *રાજકોટ શહેર તા.૧૦/૮/૨૦૨૨ ના રોજ વિજયી વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા. લાખો દેશભક્તોની કુરબાનીને યાદ કરવાનો અવસર એટલે આઝાદીનો અમૃત મહોત્સવ, ભારતવર્ષની અસ્મિતાને ઉજાગર કરવાનો અવસર એટલે આઝાદીનો અમૃત મહોત્સવ. આપના ઘર પર લગાવેલી ડીશ કેબલ આપના ઘરમાં ટીવી પર આખુ વિશ્વ બતાવશે. પરંતુ, આપના ઘર પર ફરકાવેલો તિરંગો આપના ઘરને, આપણા ભારતને આખી દુનિયામાં ચમકાવશે. આખુ વિશ્વ અનુભવશે કે ભારતના પ્રત્યેક ઘર પર સમર્પણ શાંતિ અને સમૃદ્ધિના તિરંગા ફરકી રહ્યા છે. પ્રત્યેક ભારતવાસીના મસ્તક ઉપર તિરંગાની છત્રછાયા ફેલાઈ છે. ભારત સરકાર દ્વારા તારીખ ૧૩ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન આયોજિત હર ઘર તિરંગા અભિયાનમાં જોડાઈને પોતાના ઘર ઉપર તિરંગો ફરકાવવા માટે હું અપૂર્વમુની સ્વામી પ્રત્યેક ભારતવાસીને નમ્ર નિવેદન કરું છું. આપણે સૌ કોઈ આપણા ઘર પર તિરંગો અચૂક ફરકાવીએ. આયે મીલકે રાષ્ટ્રભક્તિ કી અલખ જગાએ, માં ભારતી કી શાન બઢાને હર ઘર તિરંગા હમ લહેરાયે. હર ઘર તિરંગા હમ લહેરાયે.

રિપોર્ટર. વિપુલ મકવાણા