પાવીજેતપુરના ખાંડીયા કુવા ગામે સર્વરોગ નિદાન કેમ્પમાં ૩૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

           પાવીજેતપુર નજીક આવેલ ખાંડીયાકુવા ગામે માનવ સેવા ટ્રસ્ટ ભેંસાવહી દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં ૩૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. 

            પાવીજેતપુર તાલુકાના ભેંસાવહી ગામે આવેલ માનવસેવા ટ્રસ્ટ ના પ્રમુખ વિષ્ણુભાઈ રાઠવાએ જણાવ્યા હતું કે ગામડાઓમાં વિવિધ પ્રકારના રોગોએ ચોમાસા દરમિયાન માથું ઉચક્યું છે ત્યારે ગામડાના ગરીબ આદિવાસીઓને નિષ્ણાંત તબીબોની સેવાઓ ઉપલબ્ધ થાય તેમજ યોગ્ય નિદાન થઈ યોગ્ય સારવાર થાય તે હેતુસર ૨૪ સપ્ટેમ્બરના રવિવારના રોજ પાવીજેતપુર નજીક આવેલ ખાંડીયા કુવા ગામે સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડૉ.ઉમેશભાઈ રાઠવા (એમ. ડી.ફિજીશિયન), ડૉ.પીંકેશભાઇ રાઠવા (એમડી. ફેફસા વિભાગ), ડૉ .જીતેન્દ્રભાઈ રાઠવા (ઓર્થો ઓરસંગ હોસ્પિટલ )ડૉ.વિપુલભાઈ રાઠવા (ગાયનેક સવિતા હોસ્પિટલ), ડૉ.રાકેશભાઇ રાઠવા (ઓર્થો સર્વોદય હોસ્પિટલ), ડૉ.સ્નેહલ ભાઈ રાઠવા (એમ.ડી.ફીજીશિયન- શ્રીજી હોસ્પિટલ), ડૉ.સંકેતભાઇ રાઠવા (એમ.ડી. ફિજીશિયન સર્વોદય હોસ્પિટલ) સહિતના નિષ્ણાંત ડોકટરો હાજર રહીને ૩૦૦ થી વધારે લોકોને નિદાન કરીને જરૂરી દવા,ગોળી સહિત ની સેવા આપી હતી તેમજ સહયોગ લેબોરેટરી દ્વારા ૫૦ થી વધારે વિવિધ રીપોર્ટ નિશુલ્ક કરવામાં આવ્યા હતા.

           આમ, પાવીજેતપુર નજીક આવેલ ખાંડીયા કુવા ગામે માનવ સેવા ટ્રસ્ટ ભેંસાવહી દ્વારા મફત સર્વે રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૩૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.