ઝાલાવાડના સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રાંગધ્રાના મેળા જનતા માટે ખુલ્લ‍ા મૂકવામાં આવ્યા છે. ત્યારે ઝાલાવાડના પંચાળ પ્રદેશમાં સાતમ આઠમના તહેવારની અનોખી વેશભૂષા સાથે લોક સંસ્કૃતિને જાળવતી અનોખી ઉજવણી કરવામાં આવે છે. જેમાં વેશભૂષા સાથે લોક સંસ્કૃતિને ઉજાગર કરવામાં આવે છે. વઢવાણ ખાતે જન્માષ્ટમી નિમિત્તે યોજાતો લોકમેળો વિધીવત રીતે ખુલ્લો મુકાયો હતો. આ પાંચ દિવસીય મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા અને અંદાજે આઠ લાખથી વધુ લોકો મેળાની મોજ માણશે. સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત પાલિકા દ્વારા વઢવાણ રેલ્વે સ્ટેશન મેદાનમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.