અંબાજી બ્રેકિંગ...

ભાદરવી મહામેળા વચ્ચે જાણે દીવા તળે અંધારું હોય તેવો ઘાટ સર્જાયો...

અંબાજી મંદિર અને અંબાજી નગર આખુ લાઇટિંગ થી સોળે કળાએ ખીલ્યું જ્યારે સુરક્ષા કર્મીઓ અંધારામાં જ નોકરી કરવા બન્યા મજબૂર...

અંબાજીથી છાપરી માર્ગ પર નોકરી કરતા સુરક્ષા જવાનો અંધારામાં બેસવા બન્યા મજબૂર...

ન સરખી બેસવાની વ્યવસ્થા કે ન લાઇટિંગની વ્યવસ્થા હોય તેવું જોવા મળ્યું...

ચોક્કસથી જંગલ અને અંતરિયાળ વિસ્તાર હોઇ અંધારામાં જો કોઈ અનિચ્છનીય ઘટના બને તો પોલીસ કર્મીઓ પર આફત આવે તેવી શક્યતા...

અંબાજી મંદિર અને અંબાજી નગર લાઇટિંગથી ઝડહળી ઉઠયું છે...

તો ભાદરવી મેળા ને સફળ અને સલામત રાખનાર સુરક્ષા જવાનો માટે પણ વહીવટી તંત્ર સુંદર અને સરખી વ્યવસ્થા કરે તેવી અંબાજી આવતા ભક્તોની માંગ ઉઠી છે...

સુત્રોતી મળતી માહિતી પ્રમાણે અંધારામાં થોડીક વાર પહેલા પણ પોલીસ કર્મીઓ જે જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે ત્યાંથી એક સાપ પસાર થયો હતો...

અંધારામાં અને જંગલ વિસ્તારમાં જો કોઈ જંગલી જનાવર સુરક્ષા જવાનોને કરડે તો ઘટના સર્જાય તેવી શક્યતા...

ભાદરવી મહામેળામાં સુરક્ષા કર્મીઓ તરીકે ફરજ બજાવતા જવાનો માટે વ્યવસ્થા કરાય તેવી ભક્તોની અને સ્થાનિકોની લાગણી...

રિપોર્ટર: રિતિક સરગરા,અંબાજી