કાલોલ લાલ દરવાજા સ્થિત એન.એમ.જી હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન.

તારીખ ૨૪/૯/૨૦૨૩

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત કાલોલ શહેર ભાજપ અને મેડિકલ સેલ દ્વારા ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન લાલ દરવાજા સ્થિત એન.એમ.જી હોસ્પિટલ ખાતે રાખવામાં આવેલ છે.જેમાં જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ ડૉ.યોગેશકુમાર પંડ્યા, ડો.દિનેશભાઇ પંડ્યા,ડો. કિરણસિંહ પરમાર સાથે એન.એમ.જી.હોસ્પિટલના ડૉક્ટર દ્વારા તપાસ કરી ને સેવા બજાવી હતી જેમાં ૧૦૬ જેટલા દર્દીઓની તપાસ કરી સલાહસૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું જેમાં કાલોલ શહેર ભાજપ પ્રમુખ ગૌરાંગભાઇ દરજી સાથે મોટીસંખ્યામાં ભાજપ મહીલા મોરચાની બહેન અને માજી કોર્પોરેટર ઉપસ્થિત રહી સેવા બજાવી હતી.