ચોટીલા પોપટપરામાં સુનિલ અશોકભાઈ મકવાણાએ ફાસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. તે સમય તેને સુસાઇડ નોટ લખેલી હતી. જેમાં મારું આ પગલું ભરવાનું કારણ બીજું કાંઈ નહીં પણ વાલજીભાઈ મેટાળીયા અને વિજય મકવાણા આ બંને વ્યક્તિ છે તેવું સુસાઇડ નોટમાં લખેલું હતું.બનાવની હકીકતમાં સુનિલ મકવાણા આગમન હોસ્પિટલ ખાતે મેડિકલ સ્ટોરમાં નોકરી કરતો હતો અને તેનું વાલજીભાઈની દીકરી સાથે 3-4 વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. તેથી દીકરીના પિતાને આ પ્રેમસંબંધ મંજૂર ન હતો તેથી તેની દીકરીના ગુંદા ગામે રહેતા વિજયભાઈ મકવાણા સાથે લગ્ન થઈ ગયેલા હતા અને સુનિલ મકવાણાની સગાઈ થઈ ગઈ હતી.પરંતુ સુનિલભાઈના મોબાઈલમાં વાલજીભાઈની દીકરી સાથે ફોટા હોવાથી તે સુનિલને ફોટા ડિલિટ કરવા અવારનવાર દબાણ કરવામાં આવતું હતું. તે માનસિક ત્રાસ આપવામાં આવતા સુનિલ મકવાણા પોતાના ઘરે આપઘાત કરી જિંદગી ટૂંકાવી હતી. તે બાબતની સુનિલ મકવાણાના મોટાભાઈ રવિ મકવાણાએ પોલીસ ફરિયાદ કરી હતી.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं