અમરેલી જીલ્લાના બગસરામાં સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, સરકારી આરોગ્ય કેન્દ્રમાં ધારાસભ્ય સહિત મહાનુભાવો દ્વારા દિપ પ્રગટાવીને ખુલ્લો મુકાયો. સરકારના આયુષ્યમાન ભવ અભિયાન અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.  સરકારી આરોગ્ય કેન્દ્રમાં તાલુકા હેલ્થ ઓફિસર બલદાણીયાના માર્ગદર્શન હેઠળ આ  રક્તદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, આ કેમ્પમાં રાજકીય સામાજિક કાર્યકરો અને આરોગ્ય સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી બ્લડ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતુ,