પત્રકાર એકતા પરિષદ - પાટણપત્રકાર મિત્રો, ભાઈ/ બહેનો.આપ સૌ પાટણ અને જિલ્લા ના તમામ તાલુકાના પત્રકારો ને જણાવવાનું કે, આગામી તા - 14- 8 - 2022 ને રવિવારે સવારે 9:30 કલાકે પાટણ ખાતે ગાંધી સ્મૃતિ હોલ, કલેકટર કચેરી પાસે, પત્રકાર એકતા પરિષદ નું જિલ્લા અધિવેશન રાખવામાં આવેલ છે, આ અધિવેશન માં પ્રદેશ ના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી સરકાર સાથે પત્રકારો ના પ્રશ્નો અંગે થયેલ ચર્ચા અને તેના ઉકેલ રૂપ આગામી રાજ્ય કક્ષાના અધિવેશન અંગે માર્ગદર્શન આપવામાં આવશે, હાલ સભ્ય ફોર્મ ભરવા નું કાર્ય ચાલુ છે,જે પૂર્ણ થવા જઈ રહ્યું છે,ત્યારે ફોર્મ ભરવાના બાકી હોય તે તમામ પત્રકારો એ અધિવેશન સ્થળે ફોર્મ ભરવા,આધાર કાર્ડ, પ્રેસ કાર્ડ ની નકલ લેતા આવશો..

      33 જિલ્લા ને 240 તાલુકા કારોબારી, 12 ઝોન,અને પ્રદેશ સમિતિ સાથે સંગઠન પૂર્ણ થયેલ છે,મહિલા સેલ ની પણ રચના ચાલુ છે,ને આગામી સુરત અધિવેશન માં લીગલ સેલ ની જાહેરાત થવાની છે,ત્યારે આવો આપણે સૌ સંગઠન માં જોડાઈએ,ફોર્મ ભરી સરકારી યોજના માં જોડાઈએ..

 લી..નાનજીભાઈ ઠાકોર જિલ્લા પ્રમુખ

કમલેશ ભાઈ પટેલ પ્રદેશ મંત્રી..

પ્રહલાદ ભાઈ ચૌહાણ પ્રભારી પાટણ..

રાજેશ ભાઈ જાદવ પ્રદેશ કારોબારી

હેમૂભા વાઘેલા ઝોન 12 પ્રભારી

રાજેશભાઈ પટેલ ઝોન 12 કોર્ડીનેટર...