ડીસા-પાલનપુર નેશનલ હાઇવે પર મોટા ગામ નજીક ડમ્પર ચાલકે બોલેરો ગાડીને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો છે. ડીસા-પાલનપુર તરફ જઇ એક બોલેરો ગાડી જઇ રહી હતી. તેને પાછળથી આવી રહેલા ડમ્પર ચાલકે ટક્કર મારતાં અકસ્માત થયો હતો.

અકસ્માતમાં બોલેરો ગાડી પલ્ટી ખાઇ ડીવાઇડર પર ચડી ગઇ હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો અને વાહનચાલકો દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી અને બોલેરો ગાડીમાંથી ચાલકને હેમખેમ બહાર નીકાળ્યો હતો. અકસ્માત મોટી જાનહાની ટળી હતી પરંતુ બોલેરો ગાડી માલિકને મોટું નુકશાન થયું હતું.