પાવીજેતપુર તાલુકા શિક્ષણ વિભાગના સિનિયર ક્લાર્ક ની અનિયમિતતાથી કંટાળી શિક્ષક સંઘો દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત
પાવીજેતપુર તાલુકા શિક્ષણ વિભાગના સિનિયર ક્લાર્ક છેલ્લા કેટલાય સમયથી અનિયમિત રહેતા વહીવટમાં પડતી મુશ્કેલીઓના કારણે શિક્ષક સંઘો દ્વારા તાલુકા, જિલ્લા કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકા માં કુલ ૧૭૫ શાળાઓ આવેલી છે આ શાળાઓમાં શિક્ષકોનું કુલ મહેકમ ૭૫૦ જેટલુ છે. આટલી શાળાઓ અને શિક્ષકોના મહેકમને પહોચીવળવા માટે હાલની તારીખે શિક્ષણ શાખામાં ૩ કલાર્કનું મહેકમ છે તેની સામે માત્ર એક ક્લાર્કની જગ્યા હાલ ભરાયેલ છે. તે સિનિયર ક્લાર્ક પાછલા ઘણા સમયથી ઓફિસમાં આવતા નથી જેથી હાલ મોટા પાયે શિક્ષકોની બદલીઓ થયેલ છે તેઓને છુટા કરવા અને બદલીથી આવેલ શિક્ષકોને હાજર કરવા અને તે ઉપરાંત ઓફિસની વહીવટી પ્રક્રીયા તેમજ હાલ પ્રેસા સોફ્ટવેરની કામગીરી માં ઓફીસ ટેબલના જવાબદાર વ્યક્તિ તરીકે ક્લાર્ક ના આવવાના કારણે તમામ કામગીરી ખૂબ જ ધિમી ગતીએ ચાલતી હોવાથી આ ક્લાર્કની જગ્યાએ બીજા કલાર્કની તાતી જરૂર છે.
પાવીજેતપુર તાલુકા શિક્ષણ વિભાગના સિનિયર ક્લાર્ક ની અનિયમિતતાથી કંટાળીને તેમજ કામગીરીઓ ખોરંબે પડતા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી તેમજ છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા ને યોગ્ય નિકાલ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે.
આમ, પાવીજેતપુર તાલુકાના શિક્ષણ વિભાગના સિનિયર ક્લાર્ક ની અનિયમિતતા ને લઇ શિક્ષક સંઘો દ્વારા ઉચ્ચ સ્તરે રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.