દાહોદ, તા. ૧ : દાહોદ જીલ્લાના ઉમેદવારો માટે આગામી તા.૦૨ સપ્ટેમ્બરના રોજ અગ્નિવીર ભરતી અંગેના વિનામુલ્યે માર્ગદર્શન સેમિનારનુ આયોજન જીલ્લા રોજગાર કચેરી દાહોદે કર્યું છે. તદ્દઉપરાંત, ગુજરાતમાં આગામી તા ૧૫ ઓક્ટોબર થી ૦૮ નવેમ્બર દરમિયાન અમદાવાદ ખાતે યોજાનાર લશ્કરી(અગ્નીવીર) ભરતી રેલીમાં ભાગ લેવા યોગ્ય હોય તેવા દાહોદ જીલ્લાના ઉમેદવારો માટે ભરતી પૂર્વેની નિવાસી તાલીમનુ પણ આયોજન કરાશે. 

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આ માટે યુવાનો જે ૧૭.૫ થી ૨૩ વર્ષ સુધીના અને ધો.૧૦- ૪૫ ટકા સાથે પાસ કર્યું હોય તેમજ ઉંચાઈ ૧૬૮ સેમી કે તેથી વધુ (એસ.ટી માટે ૧૬૨ સે.મી કે તેથી વધુ) હોવી જોઈએ. તેમજ ૫૦ કી.ગ્રા વજન અને ૭૭ થી ૮૨ સે.મી છાતી હોય તેવા અપરણીત ઉમેદવારો આ માર્ગદર્શન સેમીનારમા ભાગ લઇ શકશે.

લશ્કરી ભરતીની ફીઝીકલ અને લેખિત પરિક્ષામા સારો દેખાવ કરી શકે તે માટે વિના મુલ્યે માર્ગદર્શન લેવા ઈચ્છતા રસ ધરાવતા અપરણિત પુરુષ ઉમેદવારોએ તા.૦૨ સપ્ટેમ્બરના રોજ સમય બપોરે ૧૨.૦૦ થી ૨.૦૦કલાકે દરમિયાન જીલ્લા રોજગાર કચેરી, જીલ્લા સેવ સદન, ત્રીજો માળ, છાપરી, દાહોદ ખાતે ડોકયુમેન્ટ સાથે હાજર રહેવા તેમજ વધુ માહિતી માટે હેલ્પ લાઈન નંબર ૦૨૬૭૩૨૩૯૧૫૯, ૬૩૫૭૩૯૦૩૯૦ ઉપર સંપર્ક કરવા રોજગાર અધિકારી શ્રી એ. એલ. ચૌહાણે એક યાદીમાં જણાવ્યું છે.