બનાસકાંઠા જિલ્લાના ભાભર વિસ્તારમાં થોડા દિવસ અગાઉ એક યુવકે એક સગીરવય દીકરીનું અપહરણ કરી પશ્ચિમ બંગાળના ભાગી જતા ભાભર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો હતો. જે આધારે ભાભર પોલીસે બે અલગ અલગ ટીમ બનાવી યુવતીની શોધ ખોળ હાથ ધરી હતી. જેમાં એક ટીમ પશ્ચિમ બંગાળ તેમજ બીજી ટીમ મુંબઈ ખાતે મોકલવામાં આવી હતી. પોલીસને મળેલી બાતમી હકીકત આધારે સગીર યુવતીને પશ્ચિમ બંગાળથી શોધી કાઢી હતી. આગળની તપાસ હાથ ધરી છે.
ભાભર વિસ્તારમાં 11/09/2023ના સગીરવયની દિકરીને લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી કોઇ અજાણ્યો ઇસમ સગીરવયની દિકરીને તેના કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ બનાવના ભાભર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં એચ.પી.દેસાઇ, પોલીસ સબ ઇન્સપેકટર ભાભર પોલીસ સ્ટેશન તેમજ સ્ટાફની ટીમે આ ભોગબનનારની કોલ ડીટેલ મેળવી તેનો ટેકનીકલ રીતે અભ્યાસ કરી ની સગીર વયની દિકરીને અપહરણ કરી લઈ જનાર ઇસમ બિલાલ ઈબ્રાહિમ શેક રહે-પશ્ચિમ બંગાળવાળાના નામ-સરનામા મેળવી શોધખોળમાં હાથ ધરી હતી.
જોકે, પોલીસ તે દરમ્યાન ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ આધારે માહીતી મળેલ કે, અપહરણ થયેલ સગીરા હાલે પશ્ચિમ બંગાળના સબોંગ જી.મેદનીપુર ખાતે હોવાની સચોટ માહિતી આધારે ભાભર પોલીસ સ્ટેશનની એક ટીમ પશ્વિમ બંગાળ તેમજ એક ટીમ મુંબઈ ખાતે તત્કાલીક મોકલી હતી અને સબાંગ પોલીસ સ્ટેશનના એસ.ડી.પી.ઓ સાથે ડી.ટી.ગોહીલ દિયોદર વિભાગ દિયોદર તેમજ લોકલ એસ.એચ ઓ સાથે એચ. પી દેસાઈ પોલીસ સબ ઇન્સપેકટર ભાભર પોલીસ સ્ટેશનનાઑ લાયઝનિંગ કરેલ ત્યારબાદ ભાભર પોલીસ સ્ટેશનની ટીમે સ્થાનિક પોલીસની મદદ મેળવી સગીરવય ની દિકરીને પશ્ચિમ બંગાળના બારસરા તા.સબાંગ જી.મેદીનીપુર ખાતેથી શોધી કાઢી હતી.અપહરણ કરનાર આરોપીની તપાસ કરતા ત્યાંથી નાસી છૂટ્યો હતો. સગીર વય દિકરીને સહી સલામત શોધી કાઢી ભાભર પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.