શ્રી આંબલીયાળા પ્રા. શાળાના એક શ્રેષ્ઠ શિક્ષક, ઉમદા વ્યક્તિ અને સતત પ્રવૃત્તિશીલ એવા તમામ સમાજને સાથે લઈને ચાલનારા કે જેમણે નોકરીનું પ્રથમ પગથિયું આ શાળામાં મૂક્યું અને શાળાને શૂન્યમાંથી સર્જન કરવામાં સતત ૧૫ વર્ષ મહત્વનું યોગદાન આપવામાં સિંહફાળો જેનો રહયો હોય એવાં શ્રીવિજયભાઈ રાઠોડ, તેમજ પ્રા.શાળામાં તમામ કાર્યક્ર્મમાં સતત દોડતા એવા જેમણે અમારી શાળામાં ૮ વર્ષ સેવા આપેલ બેન શ્રીઆશાબેન ની બદલી થતાં શાળા પરિવાર દ્વારા વિદાય આપવામાં આવી.
આ કાર્યક્રમમાં શાળા સ્ટાફ તેમજ ગામના સરપંચ શ્રી ભાવેશભાઈ જાદવ, દ્વારા સ્મૃતિપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ ગામના આગેવાનો યુવાનો ભાઈઓ તેમજ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી ભાવભીની વિદાય આપવામાં આવી હતી.વિદાય સમયે ભાવુક દ્રશ્ય જોવા મળ્યા હતા.તમામ વિદ્યાર્થીઓ અને તમામની આંખો છલકાઇ ગઈ હતી.
શાળામાં જાત મહેનત કરીને પરસેવો પાડીને પાયાના પત્થર માંથી મોટી ઈમારત સુધી લઈ જવા આપેલ યોગદાનને ક્યારેય ભુલાશે નહી તેમજ શાળા ના વિદ્યાર્થી અને સમસ્ત ગામ આપણું કાયમી ઋણી રહેશે.
 
  
  
  
   
   
  