ખંભાત શહેરમાં ઇદે મિલાદનો ઝુલુસ પરંપરાગત રીતે નગીનાવાડી પાસે આવેલ કદમે રસૂલ દરગાહેથી નીકળે છે.પરંતુ આ વખતે મુસ્લિમ સમાજે આવકારદાયક નિર્ણય કર્યો છે.ડી.વાય.એસ.પી સાથે બેઠક યોજ્યા બાદ ખંભાતના મુસ્લિમ સમાજે અને ખંભાતની બઝમે રફીક કમિટીએ ઈદે મિલાદનો જુલુસ 28મી સપ્ટેમ્બરે નહીં પરંતુ ૨૯મી સપ્ટેમ્બરે નીકળશે તેવો નિર્ણય જાહેર કર્યો છે.
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
નોંધનીય છે કે 28મી સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન યાત્રા અને ઇદે મિલાદ પર્વ હોવાથી ઝુલુસ ના રૂટને ધ્યાનમાં લઇને તેમજ દરેક સમુદાય પર્વની ઉજવણી શાંતિપૂર્ણ રીતે ઉજવે તે હેતુસર મુસ્લિમ સમાજ અને બઝમે રફીક કમિટીના હોદેદારોએ આવકારદાયક નિર્ણય જાહેર કર્યો છે.તેઓએ ઇદે મિલાદનો ઝુલુસ 29મી તારીખના રોજ કદમે રસૂલ દરગાહથી બપોરે 3 કલાકે નીકળશે તેવી જાહેરાત કરી છે.નિર્ણય જાહેરાત દરમિયાન કાઉન્સિલર અને વકીલ ઇફતેખાર યમની, પૂર્વ કાઉન્સિલર હનીફભાઇ શેખ, સાકીરભાઈ શેખ, તોફિક મલેક, ગફૂરભાઈ સહિત બઝમે રફીક કમિટીના હોદેદારો અને મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.