પાલનપુર તાલુકાના ઢેલાણા ગામે અનુપમ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઇ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

આપની સરકાર આપના દ્વાર પહેલ અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓથી લોકોને માહિતગાર કરાયા

સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ કોઈપણ જાતના ભેદભાવ વગર જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને મળે: કલેકટરશ્રી આનંદ પટેલ..

             

શિક્ષણ અને જાગૃતિના અભાવે ગ્રામિણ વિસ્તારોમાં લોકો કેટલીક સરકારી યોજનાઓ વિશે પૂરતા માહિતગાર હોતા નથી અને તેથી સરકારી યોજના અભણ લોકો સુધી પહોંચી શકતી નથી ત્યારે જરૂરિયાતમંદ લોકો આ લાભથી વંચિત ન રહી જાય એ માટે "આપની સરકાર આપના દ્વાર" લોકાભિમુખ અભિગમ થકી લોકોના પ્રશ્નોના નિરાકરણ અને સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી આપવાના ઉદેશથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રાત્રિ સભા યોજી લોકોને માહિતગાર કરવાનું અભિયાન હાથ ધરાયુ છે. જે અંતર્ગત પાલનપુર તાલુકાના ઢેલાણા ગામે અનુપમ પ્રાથમિક શાળા ખાતે બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં રાત્રિ સભા યોજાઇ હતી. જેમાં સરકારશ્રીના વિવિધ વિભાગો જેવા કે સમાજ કલ્યાણ વિભાગ, ખેતીવાડી વિભાગ, વન વિભાગ, આરોગ્ય વિભાગ, યુ.જી.વી.સી.એલ. વિભાગ, આઈ.સી. ડી.એસ. વિભાગ, પશુપાલન, બાગાયત સહિતના વિભાગો તેમજ તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી દ્વારા મળતી વિવિધ સરકારી યોજનાઓનું માર્ગદર્શન આપી તેનો લાભ લેવા લોકોને અનુરોધ કરાયો હતો. આ પ્રસંગે અધિકારીઓશ્રી દ્વારા લોકોના પ્રશ્નો સાંભળી ગામલોકોને વૃદ્ધ સહાય યોજના, આયુષ્માન કાર્ડ, વિધવા પેન્શન, સરકારી આવાસ યોજના, મિશન મંગલમ યોજના, સખી મંડળ, ગંગા સ્વરૂપા યોજના, ઇ-ધરા અંતર્ગત જમીનના દસ્તાવેજોને લગતી કામગીરી, સંકટ મોચન યોજના, પી.એમ. કિસાન સન્માન નિધિ યોજના સહિતનો લાભ કઈ રીતે લાભાર્થીઓને મળે તે માટે લોકોને વિસ્તૃત માર્ગદશન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ગામલોકોને વ્યસનથી દૂર રહી વ્યસનમુક્ત બનવા, નાની ઉંમરમાં ગુટખા, બીડી, તમાકુ, દારૂ જેવા વ્યસનોથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી.

           

બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા ગામના સરપંચશ્રી, તલાટી અને આગેવાનોને ગ્રામજનોની સુખાકારી માટેની સરકારશ્રીની વિવિધ યોજનાઓનો લાભ કોઈપણ જાતના ભેદભાવ વગર જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને મળે એવી સૂચનાઓ આપી ગ્રામસભા યોજવા અને તેના દ્વારા લોકસંપર્ક કરી છેવાડાના લોકો સુધી સરકારની સહાય અને યોજના પહોંચે એ પ્રકારની કામગીરી કરવા સૂચન કરાયું હતું.

 આ પ્રસંગે પાલનપુર પ્રાંત અધિકારીશ્રી સુશીલ પરમાર, પાલનપુર મામલતદારશ્રી ધર્મેન્દ્ર કાછડ, ઢેલાણા ગામના સરપંચ સુશ્રી ટીનાબેન રાજપૂત, તાલુકા વિકાસ અધિકારીશ્રી આર.કે. પટેલ, ઢેલાણા દૂધ સહકારી મંડળીના ચેરમેનશ્રી કેશરસિંહ રાજપૂત સહિત અગ્રણીઓ, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, ગામ આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.