હાલોલ ખાતે આવેલી એક પ્રસિદ્ધ ખાનગી કંપનીમાં સિફ્ટ સુપરવાઇઝર તરીકે નોકરી કરતા અને હાલોલના રામપુરા ખાતે રહેતા અજીતકુમાર જીતનારાયણ મોર્યાને તેઓના મોબાઈલ નંબર પર ક્રેડિટ કાર્ડ KYC કરવાનો મેસેજ wwwsbicreditcardlo4.wixsite.com/sbi-card-login લિંક સાથે આવ્યો હતો જે બાદ એક અજાણ્યા મોબાઈલ નંબર 6289607849 પરથી ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે તમારા ક્રેડિટ કાર્ડમાં KYC કરવાનો આજે છેલ્લો દિવસ છે KYC કરાવો નહિતર ખાતામાંથી 500 રૂપિયા કપાઈ જશે જેમાં અજીતકુમારે પોતાના મોબાઇલમાં આવેલ વેબસાઈટની લીંક ખોલીને જોઈ હતી પરંતુ કોઈ માહિતી ભરી ન હતી અને લિંક બંધ કરી દીધી હતી જે બાદ તેઓના મોબાઇલમાં તેઓના ક્રેડિટ કાર્ડમાંથી રૂપિયા 9,999/- રૂ અને 25,000/- કપાઈ ગયા હતા જોકે 19,500/- રૂ. ની રકમનું ટ્રાન્જેક્શન થયું ન હતું  અને કેડીટ કાર્ડ બ્લોક થયું હતું જ્યારે ડેબિટ કાર્ડમાંથી પણ 6,510/- રૂપિયાની રકમનું ટ્રાન્ઝેક્શન થયું હતું જેમાં ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડમાંથી મળી કુલ 41,500/- રૂ. ની રકમ અજિતકુમારને KYC બંધ થઈ જશેનો મેસેજ કરી વિશ્વાસમાં લઈ લિંક ખોલાવી તેઓના સાથે ઓનલાઇન અજાણ્યા ઠગે ઠગાઈ કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતા બનાવ અંગે અજીતકુમારે સાઇબર ક્રાઈમને જાણ કર્યા બાદ પોતાનું સાથે સાયબર ક્રાઇમ આચરનાર અજાણ્યા ઓનલાઇન ઠગ સામે ફરિયાદ નોંધાવી હતી.