ઉત્સવ પ્રિય નગરી ગણાતા હાલોલ નગર ખાતે દરેક તહેવારોને ઉજવવાનો અનોખો અને અલગ અંદાજ છે જેમાં હિંદુ ધર્મના સૌથી મોટા મહોત્સવ ગણાતા અને જેની દરેક વયના લોકો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે તેવા ગણેશ મહોત્સવ અને તેની ઉજવણીને લઈને હાલોલના નગરવાસીઓમાં ભારે થનગનાટ અને ઉત્સાહ છેલ્લા કેટલાય દિવસોથી જોવા મળી રહ્યો છે જેમાં નગરના તમામ શ્રીજી ભક્તો ગણેશ મહોત્સવના આરંભની ઘડીઓ ગણી રહ્યા છે ત્યારે આજથી આરંભ થતાં ગણેશ મહોત્સવને અનુલક્ષીને નગરજનોમાં ભારે ઉત્સાહ ઉમંગ અને ખુશી વ્યાપેલી જોવા મળી રહી છે જેમાં આજે વિક્રમ સવંત ભાદરવા સુદ ૪ ગણેશ ચતુર્થીનો પાવન દિવસ છે ત્યારે આજના આ પાવન દિવસે નગરના તમામ વિસ્તારો સોસાયટીઓ,ફળિયાઓ,ગલીઓ સહિતના સ્થાનો તેમજ પોતપોતાના મકાનોમાં શ્રીજીની માનભેર ભવ્યભાતી સ્થાપના કરવા માટે શ્રીજી ભક્તો ગણેશજીની નાની મોટી તમામ પ્રકારની સુંદર કલાત્મક અને વિવિધ દેશભૂષા તેમજ વિવિધ રૂપ ધારણ કરેલી પ્રતિમાઓ ખરીદવા હાલોલ શહેરના ગોધરા રોડ પર ઉમટી પડેલા હતા. જેમાં ગોધર રોડ પર ગણેશજીની નાની મોટી પ્રતિમાઓનું વેચાણ કરતા સ્ટોલો પર ગતરાત્રિથી લઈ આજે સાંજ સુધી શ્રીજી ભક્તોની ભારે ભીડ જામેલી જોવા મળી હતી અને ભક્તજનો ગણેશજીને શ્રધ્ધા ભાવપૂર્વક દશ દિવસની મહેમાનગતિ કરવા લઈ જઈ પોત પોતાના પંડાલો તરફ વાહનોમાં ગણેશજીને બિરાજમાન કરી ઢોલ નગારાના તાલે નાચતા ગાતા ગણેશજીના ગુણગાન સાથેના ગીત સંગીત સાથે ગણપતિ બાપ્પા મોરિયાના ગગનભેદી નારા સાથે રાજમાર્ગોને ગજવતા નજરે પડ્યા હતા જેમાં આજથી ગણેશ મહોત્સવનો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ઠેર ઠેર ગણેશ પંડાલો તેમજ મકાનોમાં શ્રીજીની ભારે આગતા સ્વાગત કરી ભક્તજનો મોંઘેરા મહેમાન ગણેશજીની દસ દિવસ સુધી મન ભરી સેવા કરી દશ દિવસ સુધી યજમાની કરી વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ વિવિધ પ્રકારના આયોજનો સાથે ગણેશ મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
आतिशी दिल्ली की सबसे युवा सीएम बनीं:शीला दीक्षित, सुषमा स्वराज के बाद तीसरी महिला CM
आतिशी ने शनिवार को दिल्ली की 17वीं मुख्यमंत्री के तौर पर शपथ ली। राजनिवास में उन्हें एलजी विनय...
દિયોદર ખાતે જિલ્લા પંચાયત આયુર્વેદિક શાખા દ્વારા તાલુકા કક્ષાનો આયુષ મેળો યોજાયો
દિયોદર ખાતે જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા નીલકંઠ મંદિર હોલમાં તાલુકા કક્ષાનો આયુષ મેળાનુ...
जिला चिकित्सालय के नवीन भवन निर्माण में हो रही देरी एव चिकित्सकीय सुविधाओं में सुधार हेतु युवा कांग्रेस एव एनएसयूआई ने मुख्यमंत्री के नाम सौपा ज्ञापन
निम्बाहेड़ा
फ़रीद खान
जिला चिकित्सालय के नवीन भवन निर्माण में हो रही देरी एवं चिकित्सकीय सुविधाओं...