ખેડબ્રહ્મા તાલુકોએ ભારે વરસાદ ના પગલે મીઠીબીલી ધૂણીયારા વાંધામાં બે મહિલાઓ તણાઈ જતા મોત
આરોગ્ય વિભાગ ની બેદરકારી ને લઈ મહિલાઓની લાશ ખેડબ્રહ્મા પી.એમ. રૂમાં 18 કલાક પડી રહી
એક પટાવાળા ની રાહ જોઈ
મીઠીબેલી પી એચ સી સેન્ટર ના ડોક્ટર 18 કલાક સુધી પરીવાર જનો ને ગોળ ગોળ ફરાવત રહ્યા
ખેડબ્રહ્મા તાલુકાના ઝાંઝવા પાણાઈ ગામની દેરાણી જેઠાણી વાંઘુ પાર કરતા સમયે પાણીનો પ્રવાહ વધી જતાં ડૂબી જવાથી મરણ ગઈ હતી
ખેડબ્રહ્મા તાલુકાના ઝાંઝવા પાણાઈ ગામની મીરાબેન સાયબાભાઈ પારગી અને ભીખીબેન ફતાભાઈ પારધી રાવીવાર સવારે 9 વાગે
ધૂણીયારા ખબર કાઢવા જવા માટે નીકળી હતી અને ધૂણીયારા મીઠીબીલી વચ્ચે વાંધામાંથી પસાર થતી હતી ત્યારે પાણીનો પ્રવાહ અચાનક વધી જવાના કારણે બંને મહિલાઓ તણાઈ ગઈ હતી મોડે સુધી મહિલાઓ પરત ના આવતા તપાસ કરતા સાંજના સમયે મહિલાઓની લાશો મળી આવી હતી જેથી રાજુભાઇ સાયબાભાઈ પારગીએ ખેરોજ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી
ખેરોજ પોલીસ ઘ્વારા પોતાની કાર્યવાહી સાંજના સમયે પુરી કરી 7 વાગે મૃત્યુદેહ ખેડબ્રહ્મા જનરલ હોસ્પિટલ ખાતે પી.એમ માટે ખસેડવામાં આવી હતી પરંતુ સાંજે પી.એમ કરવામાં આવ્યું ના હતું બીજા દિવસ સોમવારે સવાર થી રાહ જોતા પરિવરજનો પણ બપોરના 1વાગ્યા સુધી પી.એમ બાકી હતું જેથી તપાસ કરતા મીઠીબીલી પી.એચ.સીના ડોક્ટર એ.કે. મકવાણાએ ખો આપતા હોય એમ જણાવ્યું હતું કે જનરલ હોસ્પિટલ માંથી પટાવાળો આવ્યો નથી . આવે એટલે શરૂ કરી છીએ
જનરલ હોસ્પિટલમાં અધિક્ષકના જણાવ્યા અનુસાર અમારી પાસે પટાવાળા છે જ પણ અમોને કોઈ જાણ કરી પટાવાળા માગવામાં આવેલ નથી .
ત્યાર બાદ બપોરના 1.25 વાગે પટાવાળા આવતા પી.એમ શરૂ કરવામાં આવ્યું હતું
આ 18 કલાક દરમ્યાન બને મહિલાના પરિવાર અને પિયર પક્ષના 300 જેટલા લોકો ચાલુ વરસાદે અંતિમ ક્રિયા માટે રોકાઈ રહ્યા હતા