ડીસા ના આખોલ ચાર રસ્તા પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દારૂ ભરેલી ગાડી સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા..

પોલીસે 6 શખ્સો સામે ગુનો નોધી 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો..

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સ્થાનિક પોલીસની નિષ્કાળ જીના લીધે લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમો દ્વારા અવારનવાર દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે ત્યારે ગઈકાલે પણ ડીસાના આખોલ ચાર રસ્તા પાસેથી સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમ દારૂ ભરેલી ઇનોવા ગાડી સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે અને દારૂ મોકલનાર લેનાર સહિત છ શખ્સો સામે ગુનો નોંધ્યો છે

આ બનાવની વિગત એવી છે કે સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર ની ટીમ ગઈકાલે ડીસા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમણે ચોક્કસ બાતમી મળી હતી કે એક ઇનોવા ગાડી દારૂ ભરી ધાનેરા તરફથી આવી રહી છે અને અમદાવાદ જવાની છે જેથી તાત્કાલિક સ્ટેટ મોનિટરિંગ સેલ ની ટીમે ડીસા તાલુકાના આખોલ ચાર રસ્તા પાસે નાકાબંધી કરી હતી તે દરમિયાન ધાનેરા તરફથી આવી રહેલ ઈનોવા ગાડી નંબર જી જે 15 સી એલ 8496 ને રોકાવી તપાસ કરતા અંદરથી દારૂની પેટીઓ મળી આવી હતી પોલીસે દારૂની 747 બોટલો જપ્ત કરી હતી આમ પોલીસે દારૂ મોબાઈલ અને રોકડ રકમ મળી કુલ 18,33,400 નો મુદ્દામાલ જપ્ત કરી ગાડીમાં સવાર સવારામ હમીરારામ દેવાસી રહે ગુડામલાણી રાજસ્થાન રામનિવાસ જયરામ વિશ્નોઇ રહે સાચોર રાજસ્થાન વાળાની અટકાયત કરી હતી જ્યારે આ બંનેના ભાગીદાર અને દારૂ મોકલનાર તેમજ લેનાર સહિત કુલ છ શખ્સો સામે ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે