દેવનીલ ફિલ્મ પ્રોડકશનની આગામી ગુજરાતી ફિલ્મ "મુખી"નું મુહૂર્ત કરવામાં આવ્યું.

મુખ્ય કલાકારો, ફિલ્મની ટીમ અને સ્નેહીઓની હાજરીમાં આ ફિલ્મના મુહૂર્ત નું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતી ફિલ્મો હાલ ના સમયમાં તેના અલગ જ ચિતાર પર છે ત્યારે એક અલગ જ પ્રકારની વાર્તા અને દારૂબંધી જેવા સામાજીક વિષય પર આવનારી ગુજરાતી ફિલ્મ "મુખી" નું મુહૂર્ત હાલોલ ખાતેના લક્કી સ્ટુડિયો ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. 

ફિલ્મના નિર્માતા હસ્વીનકુમાર પટેલ સહનિર્માતા સવજીભાઈ સતાણી (અશોક સાઉન્ડ બોટાદ) છે. આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા જીત ઉપેન્દ્ર મુખ્ય ભૂમિકામાં છે જ્યારે અન્ય સાથી કલાકારોમાં શુભલક્ષ્મી, ક્રિષ્ના ઝાલા, હિમાંશુ તૂરી, કરિશ્મા ખોજા અને વિલનની ભૂમિકામાં દિલીપ સોની અભિનય કરી રહ્યા છે. સાથે જ ગુજરાતી ફિલ્મ અને નાટક ના જાણીતા અભિનેતા બિમલ ત્રિવેદી, ઈશ્વર સમીરકર અને જ્યેન્દ્ર મેહતા મહેમાન કલાકાર તરીકે અભિનય કરી રહ્યા છે. 

આ ફિલ્મની વાર્તા નિર્માતા હસ્વીનકુમાર પટેલ ના પિતાજી કે જેઓ ગામના મુખી હતા અને તેઓએ દારૂબંધી વિશે લોકોને જાગૃત કરવાનું કાર્ય કર્યું હતું અને તેમાં તેમને કેટલી મુશ્કેલીઓ આવી હતી તેવી સત્યકથા પર આધારિત છે. આ ફિલ્મના દિગ્દર્શક કલ્પેશ દેસાઈ છે જેઓ પણ ગુજરાતી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક છે. સાથે જ નિર્માણ નિયામક તરીકે પ્રવીણ પ્રજાપતિ, કેમેરામેન મુસ્તુફા મલિક અને સંગીત કલીમ શેખનું છે જ્યારે ગીતકાર કાંતિ પટેલ છે.  ફિલ્મને ગુજરાતી દર્શકો ને ખૂબ જલ્દીથી સીનેમાઘરો માં જોવા મળશે તેમ નિર્માતા હસ્વીનકુમાર પટેલે જણાવ્યું હતું.