પાવીજેતપુર પંથકમાં વીજળીના કડાકા ધડાકા અને વાવાઝોડા સાથે મેઘાની પધરામણી : અસંખ્ય વૃક્ષો ધરાશાયી થતા રસ્તાઓ બંધ, વીજળી ગુલ 

કેટલાક મકાનોના છાપરાઓ તથા નળીયાઓ ઉડિયા : લગ્નના માંડવા પવન ફૂંકાતા ફાટી ધરાશાયી

             પાવીજેતપુર પંથકમાં વીજળીના કડાકા ધડાકા અને વાવાઝોડા સાથે રાત્રીના મેઘાની પરિણામની થતા નગરમાં તેમજ તાલુકામાં અસંખ્ય વૃક્ષો ધરાસાઈ થઈ જતા રસ્તાઓ બંધ થઈ ગયા હતા. તેમજ વીજળી ગુલ થઈ જવા પામી હતી. વાવાઝોડાને લઈ કેટલાક મકાનોના છાપરા તથા નળિયા ઉડી ગયા હતા તેમજ લગ્નના માંડવાઓ પવન ફૂંકાતા ફાટી જય ધારાશાયી થઈ ગયા હતા. 

            પાવીજેતપુર પંથકમાં સવારથી જ વાતાવરણમાં પલટો દેખાતો હતો મોડી સાંજે તો વધારે વાદળછાયુ વાતાવરણ થઈ ગયું હતું જ્યારે રાત્રીના ૯:૩૦ બાદ એકાએક પવનના સૂસવાટા વધી જય વીજળીના કડાકા ધડાકા અને વાવાઝોડા સાથે આડો અવળો વરસાદ ચાલુ થઈ જવા પામ્યો હતો. સ્વાભાવીક રીતે એકાએક વાવાઝોડા સાથે વરસાદની પધરામણી થતા નગરમાં તેમજ તાલુકાના આજુબાજુના રસ્તાઓ ઉપર અસંખ્ય વૃક્ષો ધરાશાયી થઈ જતા રસ્તાઓ કલાકો સુધી બંધ થઈ ગયા હતા. વાવાઝોડાની તીવ્રતા જોતા તંત્ર દ્વારા લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. અસંખ્ય વૃક્ષો તેમજ વીજ થાંભલા ધારાશાયી થઈ જવાના કારણે મોડી રાત સુધી નગરમાં વીજ પ્રવાહ ચાલુ થયો ન હતો. જ્યારે નગરની આજુબાજુના ગામડાઓમાં તો હજુ લખાય છે ત્યાં સુધી વીજ પ્રવાહ ચાલુ થયો ન હતો જે અંગે મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.  

             વાવાઝોડા ના કારણે આજુબાજુના ગામડાઓમાં કેટલાય છાપરા તેમજ નળીયાઓ ઉડી જવા પામ્યા હતા. વાવાઝોડાની તીવ્રતા જોતા લોકોમાં ભય જોવા મળ્યો હતો. લગ્નની મોસમ પુર બહારમાં ચાલતી હોય તેથી ગામડે ગામડે લગ્નના માંડવા બાંધ્યા હતા જે માંડવાઓ પણ વાવાઝોડા ના કારણે તેમજ વરસાદ પડતા કેટલાય માંડવાના કાપડ ફાટી જય ધરાશાયી થઈ ગયા હતા. પાવીજેતપુર થી બોડેલી વચ્ચે અસંખ્ય વૃક્ષો ધરાશાયી થઈ જવાના કારણે રસ્તો કલાકો સુધી બંધ થઈ ગયો હતો તેવીજ રીતે પાવીજેતપુર થી ઈંટવાડા જતા રસ્તા ઉપર પણ અસંખ્ય વૃક્ષ ધરાશાયી થઈ ગયા હતા જે ગામ લોકોએ દૂર કરતા રસ્તો ચાલુ થયો હતો. 

         આમ, પાવીજેતપુર પંથકમાં વીજળીના કડાકા ધડાકા અને વાવાઝોડા સાથે વરસાદની પધરામણી થતા અસંખ્ય વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા તેમજ કેટલાક મકાનોના છાપરા નળીયાઓ ઉડી ગયા હતા. તેમજ લગ્નના માંડવા ભીંજાય જઈ ફાટી જઇ ધારાશાયી થઈ ગયા હતા.