ભારે વરસાદને પગલે ડીસા પંથકમાં ખેતી પાકને વ્યાપક નુકસાન થયુ છે. જેમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ધોધમાર વરસાદમાં બાજરીનો પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
ડીસામાં છેલ્લા બે દિવસથી વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે અને બે દિવસ દરમિયાન છથી સાત ઇંચ જેટલો વરસાદ ખાબકતા સર્વત્ર પાણી જ પાણી થઈ ગયુ છે. ભારે વરસાદને પગલે અનેક ગામડાઓમાં પણ ખેતીનો પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ડીસા તાલુકાના થેરવાડા અને જાવલ ગામમાં પણ તૈયાર થયેલા બાજરીના પાક પર વરસાદી પાણી ફરી વળ્યું છે.
ખેડૂતોએ મહામહેનતે બાજરીનો પાક તૈયાર કર્યો હતો અને છેલ્લા એક અઠવાડિયાથી ખેતમજૂરો મારફતે બાજરી લણીને ખેતરમાં રાખી હતી. તે દરમિયાન જ વરસાદ શરૂ થઈ જતા તૈયાર કરેલી બાજરી પાણીમાં ગરકાવ થઈ જતા નુકસાન થયું છે અને ખેડૂતોના મોમા આવેલો કોળીયો છીનવાયો છે.
આ અંગે અસરગ્રસ્ત ખેડૂત ડાયાભાઈ ચૌધરી, શાંતિભાઈ તેમજ પૂજાભાઈ રબારીએ જણાવ્યું હતું કે, તેમના ખેતરમાં બાજરીનો પાક તૈયાર થઈ ગયો હતો અને તેમણે બાજરી લણીને ખેતરમાં રાખી હતી, પરંતુ અચાનક બે દિવસથી સતત વરસાદ ચાલુ રહેતા તૈયાર થયેલા બાજરી વરસાદી પાણીમાં પલળી જતા તેમને નુકસાન થયું છે.