સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના કોસાડી ગામેથી પોલીસે ગૌવંશ ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો.
કોસાડી ગામેથી પોલીસે ગૌવંશ ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
માંગરોળ તાલુકાના કોસાડી ગામેથી પોલીસે ગોવંશ ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો
વર્ષ 2020 માં ગો વંશના ગુનામાં કોસાડી ગામના ખાડી ફળિયામાં રહેતા મારુજીભાઈ સુખદેવભાઈ વસાવાની સંડોવણી બહાર આવી હતી જેથી તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો તેમજ હાલમાં બે માસ અગાઉ કોસાડી ગામનો સુલેમાન સુર્યા મમજી 20 કિલો ગોમાંસ સાથે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો આ ગુનામાં પણ ઉપરોક્ત આરોપીની સંડોવણી બહાર આવી હતી જેથી આરોપી નાસ્તો ફરતો હતો આરોપી ને ઝડપી પાડવા માટે માંગરોળના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર પઢિયાર ની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓ પો. કો. નયનભાઈ ધીરજભાઈ, પો. કો. પ્રજ્ઞેશભાઈ અરવિંદભાઈ પેટ્રોલિંગમાં હતા ત્યારે સહ પોલીસ કર્મચારીઓ પો. કો. આસિફખાન જહીરખાન અને પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ વિક્રમભાઈ ને બાતમી મળી હતી કે કોસાડી ગામના ગોવંશના ગુનામાં સંડોવાયેલો આરોપી મારુજી સુખદેવ વસાવા કોસાડી ગામના ચોરા ઉપર બેઠો છે જેને આધારે ઉપરોક્ત સ્થળે રેડ કરતા આરોપી ઝડપાઈ ગયો હતો આરોપી વિરુદ્ધ માંગરોળ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી હતી.